સંજય દત્તે મિત્રો સાથે અને માન્યતાએ ત્રિશલા સાથે અલગ-અલગ દેશમાં ઍનિવર્સરી સેલિબ્રેટ કરી

14 February, 2017 05:40 AM IST  | 

સંજય દત્તે મિત્રો સાથે અને માન્યતાએ ત્રિશલા સાથે અલગ-અલગ દેશમાં ઍનિવર્સરી સેલિબ્રેટ કરી

તેમણે ૨૦૦૮ની ૧૧ ફેબ્રુઆરીએ લગ્ન કર્યા હતાં. માન્યતા હાલમાં અમેરિકામાં છે અને સંજય દત્ત મુંબઈમાં છે તેથી તેમણે ઍનિવર્સરીને અલગ-અલગ સેલિબ્રેટ કરી હતી. સંજય દત્તે તેના ઘરે વિધુ વિનોદ ચોપડા, રાજકુમાર હીરાણી, રણબીર કપૂર, અનુરાગ બાસુ અને અભિજાત જોષીને આમંત્રણ આપી પાર્ટી કરી હતી. બીજી તરફ માન્યતાએ અમેરિકામાં સંજુબાબાની દીકરી ત્રિશલા સાથે ઍનિવર્સરી સેલિબ્રેટ કરી હતી. ત્રિશલા સંજય દત્ત અને તેની પહેલી પત્ની રિચા શર્માની દીકરી છે. સંજય દત્ત પર થયેલા કેસને કારણે તેને અમેરિકાના વીઝા ન મળતા હોવાથી તે તેની દીકરીને નથી મળી શકતો, પરંતુ ત્રિશલા માર્ચમાં મુંબઈ આવવાની છે અને તેના પપ્પા સાથે જ રહેશે એવી ચર્ચા ચાલી રહી છે. સંજય દત્ત તેને નથી મળી શકતો, પરંતુ માન્યતા અમેરિકામાં તેના કામ માટે ગઈ હોવાથી તે ત્રિશલાને મળી હતી અને તેમણે રાતે પાર્ટી પણ કરી હતી.

ફૅમિલી-ટાઇમ: અમેરિકામાં સાવકી દીકરી ત્રિશલા સાથે માન્યતા દત્ત.