દબંગ 3માં લવ ટ્રાયેન્ગલ નથી, મુન્ની જગ્યાએ થશે મુન્ના બદનામ: સોનાક્ષી

26 June, 2019 10:59 AM IST  | 

દબંગ 3માં લવ ટ્રાયેન્ગલ નથી, મુન્ની જગ્યાએ થશે મુન્ના બદનામ: સોનાક્ષી

દબંગ 3માં લવ ટ્રાયેન્ગલ નથી: સોનાક્ષી

સોનાક્ષી સિંહાએ જણાવ્યું હતું કે તેની ‘દબંગ 3’માં લવ ટ્રાયેન્ગલ નથી. આ ફિલ્મ ‘દબંગ’ની પ્રીક્વલ છે. આ ફિલ્મને પ્રભુ દેવા ડિરેક્ટ કરી રહ્યાે છે. સલમાન ખાન અને અરબાઝ ખાને એને પ્રોડ્યુસ કરી છે. આ ફિલ્મમાં સોનાક્ષી સિવાય હજી એક ઍક્ટ્રેસ જોવા મળશે. એવામાં આ ફિલ્મ લવ ટ્રાયેન્ગલ હશે એવી ચર્ચા ચાલી રહી છે. આ અટકળોને વિરામ આપતાં સોનાક્ષીએ કહ્યું હતું કે ‘અટકળો તો લોકો લગાવવાના છે. જોકે આ ફિલ્મની સ્ટોરી અલગ છે. અમે લોકોને એક જ વસ્તુ વારંવાર નથી દેખાડવા માગતા એથી આ ફિલ્મમાં નવાં કૅરૅક્ટર્સ પણ જોવા મળશે. મને લાગે છે કે આ એક સરસ ફિલ્મ બનવાની છે.’

આ પણ વાંચો: 45 વર્ષની થઈ કરિશ્મા કપૂરઃ જાણો તેના જીવનની અજાણી વાતો

‘દબંગ’ની સિરીઝમાં મલાઇકા અરોરાને અને કરીના કપૂર ખાનને આપણે સ્પેશ્યલ સૉન્ગ કરતાં જોઈ હતી. આ વખતે જોકે લોકોને કંઈક નવું જોવા મળશે એવું જણાવતાં સોનાક્ષીએ કહ્યું હતું કે ‘કલાકારો આવે અને પર્ફોર્મ કરીને જાય એ ‘દબંગ’ની સિરીઝની વિશેષતા રહી છે. આ વખતે ગીતમાં મુન્ની નહીં પરંતુ મુન્ના રહેવાનો છે. એથી ભરપૂર મજા આવવાની છે.

bollywood news dabangg 3