સલમાન ખાનની કૉ-સ્ટારે કર્યો આવો ડાન્સ, વીડિયો વાયરલ

29 September, 2020 05:34 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

સલમાન ખાનની કૉ-સ્ટારે કર્યો આવો ડાન્સ, વીડિયો વાયરલ

સના ખાને કર્યો બેલી ડાન્સ

બિગ (Bigg Boss) બૉસથી લઈને બોલીવુડ (Bollywood) સુધી પોતાની જબરજસ્ત ઓળખ બનાવનારી સના (Sana Khan) ખાન હાલ સોશિયલ (Social Media) મીડિયા પર છવાયેલી છે. તે ઘણીવાર પોતાની તસવીરો અને વીડિયો શૅર કરી ફેન્સ સાથે જોડાયેલી રહે છે. આથી જૂદું સના (Sana Khan) ખાને એક ડાન્સ (Dancing Video) વીડિયો શૅર કર્યો છે જે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે ગલી ગલી મેં ફિરતા હૈ સૉન્ગ પર જબરજસ્ત અંદાજમાં બેલી (Belly Dance) ડાન્સ કરતી જોવા મળી રહી છે. સલમાન ખાનની કૉ-સ્ટાર સના ખાનનો આ વીડિયોમાં ડાન્સ અને તેનો અંદાજ જોવા જેવો છે. સના (Sana Khan Dancing Video) ખાનનો આ ડાન્સ જોઇને તેના ચાહકો પણ તેના વખાણ કરતાં થાકતા નથી.

સના ખાન (Sana Khan)નો આ વીડિયો ડાન્સિંગ ફીવરે પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી શૅર કર્યો છે, જેને અત્યાર સુધી 52 હજાર વાર જોઇ લેવાયો છે. આની સાથે જ સના ખાનના બેલી ડાન્સના વખાણ કરતાં લોકો થાકતાં નથી. મોની રૉયના ગીત પર સના ખાન દરેક બીટ સાથે પોતાના સ્ટેપ મેચ કરતી જોવા મળે છે. ડાન્સ સિવાય બ્લેક ટાઇટ્સ અને સી ગ્રીન ટૉપમાં સના ખાનનો લૂક પણ જબરજસ્ત લાગી રહ્યો છે. ડાન્સ સિવાય સના ખાન પોતાના લૂક્સને લઈને પણ સતત ચર્ચામાં છવાયેલી રહે છે. તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર કેટલીક તસવીરો શૅર કરી છે, જેમાં તેનો લૂક જોવા જેવો છે.

સના ખાન (Sana Khan)એ ઇન્સ્ટાગ્રામ પર કેટલીય તસવીરો શૅર કરી છે, જેમાં તે હિઝાબમાં દેખાઇ રહી છે. આથી ઇતર ટ્રેડિશનલ લૂકમાં પણ સના ખાનનો લૂક જોવા જેવો છે. જણાવવાનું કે સના ખાન તાજેતરમાં જ ઇન્ડિયન થ્રિલર સીરિઝ સ્પેશિયલ ઑપ્સમાં પણ જોવા મળી હતી. આ સિવાય સના ખાન કેટલાક દિવસો પહેલા જાણીતા કોરિયોગ્રાફર મેલ્વિન લુઇસ સાથે બ્રેકઅપને લઈને પણ ચર્ચામાં છવાઇ હતી. હિન્દી ફિલ્મોની સાથે સાથે સનાએ મલયાલમ, તામિલ, કન્નડ અને તેલુગુ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. આ સિવાય તે વર્ષ 2012માં બિગ બૉસનો પણ ભાગ રહી ચૂકી છે. આની સાથે જ તે શૉની ફાઇનાલિસ્ટ પણ હતી.

sana khan bollywood Salman Khan Bigg Boss bollywood news bollywood gossips