07 June, 2022 04:57 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીર સૌજન્ય: સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ, સમન્થા રૂથ પ્રભુ
ફેમિલી મેન 2 સિરીઝ બાદ સમન્થાની કારકિર્દી ખૂબ જ ઊંચાઈએ પહોંચી ગઈ છે. તાજેતરમાં, તેણે એક બ્રાન્ડ માટે એક સિઝલિંગ ફોટોશૂટ કર્યું હતું, જેની એક તસવીર સમન્થાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. આ ફોટોમાં સમન્થા એટલી કિલર લાગી રહી હતી કે અનુષ્કા શર્મા પણ પોતાને કમેન્ટ કરવાથી રોકી શકી નહીં. સમન્થાની પોસ્ટ પર દક્ષિણની ઘણી અભિનેત્રીઓએ પ્રતિક્રિયા આપી હતી.
સમન્થા બ્રામાં પોઝ આપીને હિટ થઈ ગઈ
સમન્થા રૂથ પ્રભુએ આ ફોટોશૂટ એક બ્રાન્ડ માટે કરાવ્યું હતું, આ પહેલા પણ સમન્થાએ આ ફોટોશૂટની એક બેગ સાથેની તસવીર શેર કરી હતી. આ તસવીરમાં સમન્થા એટલી સિઝલિંગ દેખાઈ રહી છે કે તેના પરથી નજર હટાવવી મુશ્કેલ છે. સમન્થાએ કાળી બ્રા સાથે બ્લેક-યેલો પેન્ટ પહેર્યું છે. બ્રોન્ઝ મેક-અપમાં સમન્થાનો પોઝ ખૂબ જ આકર્ષક લાગે છે. સમન્થાની આ તસવીર પર બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્માએ પણ કોમેન્ટ કરી છે. અભિનેત્રીને સમન્થાનો ફોટો એટલો ગમ્યો કે તેણે તરત જ કોમેન્ટ કરી અને લખ્યું `હોટી`. સામંથાએ પણ અનુષ્કાની કૉમેન્ટ પર હેપ્પી ઇમોજીનો જવાબ આપ્યો છે.
સમન્થાની આ તસવીર પર અનુષ્કા શર્માની સાથે હંસિકા મોટવાણી સહિત અન્ય ઘણી સાઉથ અભિનેત્રીઓએ કોમેન્ટ કરી અને વખાણ કર્યા છે. તેલુગુ અભિનેત્રી લક્ષ્મી મંચુએ કોમેન્ટ કરી અને લખ્યું કે “કોઈ ફાયર એકસ્ટિંગ્વિશર લાવો.” તે જ સમયે, ચાહકોએ ફેમિલી મેન અભિનેત્રીના જોરદાર વખાણ પણ કર્યા. કેટલાકે ફાયર ઇમોજી કમેન્ટ કરી તો કેટલાકે સુંદર જેવી કોમેન્ટ કરી.