ઈશા શરવનીનો કોરિયોગ્રાફર સલમાન પણ ઇન્જર્ડ

11 September, 2012 05:59 AM IST  | 

ઈશા શરવનીનો કોરિયોગ્રાફર સલમાન પણ ઇન્જર્ડ

હવે તેના કોરિયોગ્રાફર સલમાન યુસુફ ખાનનો ઍક્સિડન્ટ થયો છે. રવિવારે મોડી રાતે તે જે રિક્ષામાં ટ્રાવેલ કરી રહ્યો હતો એ પૂરપાટ જઈ રહી હોવાથી પોલીસે તેને અટકાવી હતી. પોલીસે લાઠીથી રિક્ષાને ફટકા માર્યા હતા એ માટે સલમાને પોલીસ-ફરિયાદ પણ કરી હતી. એનાથી સલમાનને લાઠીના સોળ ઊઠ્યાં છે. જોકે એમ છતાં તે સોલો પર્ફોર્મન્સ માટે તૈયારી કરી રહ્યો છે. હજી ઈશા પર્ફોર્મ કરી શકે એવી સ્થિતિમાં નથી. લાગે છે કે આ રિયાલિટી શોમાં તેમની રિયલમાં કસોટી થઈ રહી છે.