દબંગ 3ને સલમાન ૨૦૨૦ની ઇદ પર રિલીઝ કરશે?

05 September, 2019 08:43 AM IST  | 

દબંગ 3ને સલમાન ૨૦૨૦ની ઇદ પર રિલીઝ કરશે?

સલમાન ખાન તેની ‘દબંગ 3’ને ૨૦૨૦ની ઇદ પર રિલીઝ કરશે એવી ચર્ચા ચાલી રહી છે. આ ફિલ્મનું શૂટિંગ હાલમાં જયપુરમાં ચાલી રહ્યું છે જેને ૨૦૧૯ની ૨૦ ડિસેમ્બરે રિલીઝ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જોકે એની રિલીઝ બદલવામાં આવે એવી શક્યતા છે. આલિયા ભટ્ટ સાથેની સલમાનની ‘ઇન્શાઅલ્લાહ’ ૨૦૨૦ની ઇદ પર રિલીઝ થવાની હતી.

સંજય લિલા ભણસાલીએ આ ફિલ્મને પડતી મૂકી હોવાની વાત કરી હતી. જોકે સલમાનની દખલગિરિને કારણે આ ફિલ્મને હવે તેઓ અન્ય ઍક્ટર સાથે લઈને બનાવશે એવી ચર્ચા છે. આ ફિલ્મને લંબાવવામાં આવી હોવાની વાત કહેતાં સલમાને ટ્વીટ કર્યું હતું કે તે ૨૦૨૦ની ઇદ પર અન્ય ફિલ્મ લઈને આવશે.

આ પણ વાંચો: પત્ની સાથે ન્યૂયૉર્કથી પાછા આવ્યા ઋષિ કપૂર! સામે આવી ચોંકાવનારી તસવીર

આ માટે ‘કિક 2’ની ચર્ચા જોરશોરમાં ચાલી હતી. જોકે સાજિદ નડિયાદવાલાએ આ ફિલ્મ ઇદ પર રિલીઝ નહીં થાય એની જાહેરાત કરતાં હવે સલમાન પાસે એક જ ફિલ્મ બચી છે અને એ છે ‘દબંગ 3’. જો સલમાન આ ફિલ્મ જલદી પૂરી કરીને અન્ય ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દે તો નવાઈ નહીં.

Salman Khan dabangg 3 gujarati mid-day