ખાનત્રિપુટીની તમામ ફિલ્મોમાં સૌથી વધુ સ્ક્રીનમાં રિલીઝ થઈ રહેલી પહેલી ફિલ્મ ટ્યુબલાઇટ

23 June, 2017 07:03 AM IST  | 

ખાનત્રિપુટીની તમામ ફિલ્મોમાં સૌથી વધુ સ્ક્રીનમાં રિલીઝ થઈ રહેલી પહેલી ફિલ્મ ટ્યુબલાઇટ

સલમાન ખાનની ફિલ્મ ‘ટ્યુબલાઇટ’ને વિદેશમાં ૧૨૦૦ સ્ક્રીનમાં આજે રિલીઝ કરવામાં આવી છે. બૉલીવુડની કોઈ પણ ફિલ્મ કરતાં આ ફિલ્મને વધુ સ્ક્રીનમાં રિલીઝ કરવામાં આવી છે. આ ફિલ્મમાં ચાઇનીઝ ઍક્ટ્રેસ ઝૂ ઝૂ હોવાથી તેને ચીનમાં પણ ખૂબ જ વધુ સ્ક્રીનમાં રિલીઝ કરવામાં આવશે. ખાનત્રિપુટીની અત્યાર સુધીની તમામ ફિલ્મોમાં ‘ટ્યુબલાઇટ’ની સ્ક્રીન સૌથી વધુ છે. ‘બાહુબલી ૨’ વિદેશમાં ૧૧૦૦ સ્ક્રીનમાં રિલીઝ કરવામાં આવી હતી એટલે કે આ ફિલ્મ કરતાં પણ ‘ટ્યુબલાઇટ’ની ૧૦૦ સ્ક્રીન વધુ છે. સલમાનની ‘બજરંગી ભાઈજાન’ ૮૦૦ સ્ક્રીનમાં અને ‘સુલતાન’ ૧૦૦૦ સ્ક્રીનમાં રિલીઝ કરવામાં આવી હતી. આ ફિલ્મ આજે ભારતમાં ૩૦ કરોડ રૂપિયાની આસપાસ બિઝનેસ કરશે એવી સંભાવના છે, પરંતુ ઈદના દિવસે એનો બિઝનેસ ૪૦ કરોડની આસપાસ પહોંચી શકે છે.