‘ટાઇગર 3’ના બિઝનેસમાં જોરદાર ઘટાડો

22 November, 2023 11:54 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ફિલ્મે પહેલા દિવસે ૪૩ કરોડ, બીજા દિવસે ૫૮ કરોડ, ત્રીજા દિવસે ૪૩.૫૦ અને પાંચમા દિવસે ૨૦.૫૦ કરોડનો બિઝનેસ કર્યો હતો

`ટાઇગર 3` નું પોસ્ટર

‘ટાઇગર 3’નો બિઝનેસ જેટલો જલદી પહેલા અઠવાડિયામાં થયો હતો એટલો જ જલદી બીજા અઠવાડિયામાં તૂટી રહ્યો છે. આ ફિલ્મ જો બીજા અઠવાડિયામાં સારો બિઝનેસ ન કરી શકી તો એ ખૂબ જ મોટું નુકસાન કરી શકે છે. દિવાળી એટલે કે બારમી નવેમ્બરે આ ફિલ્મ રિલીઝ થઈ હતી. સલમાન ખાન, ઇમરાન હાશ્મી અને કૅટરિના કૈફની આ ફિલ્મે પહેલા દિવસે ૪૩ કરોડ, બીજા દિવસે ૫૮ કરોડ, ત્રીજા દિવસે ૪૩.૫૦ અને પાંચમા દિવસે ૨૦.૫૦ કરોડનો બિઝનેસ કર્યો હતો. આ બિઝનેસ હવે વધુ ઓછો થઈ રહ્યો છે. આ ફિલ્મના ઍડ્વાન્સ બુકિંગને કારણે ફિલ્મને ખૂબ જ ફાયદો થયો હતો. જોકે હવે એના બિઝનેસ પર અસર જોઈ શકાય છે. આ અસર બીજા અઠવાડિયાના શુક્રવારથી જોવા મળી રહી છે. આ ફિલ્મે ગયા શુક્રવારે હિન્દીમાં ૧૩ કરોડ, શનિવારે ૧૮.૨૫ કરોડ, રવિવારે ૧૯.૨૫ કરોડ અને સોમવારે ૭.૨૫ કરોડની સાથે ટોટલ ૨૩૧.૭૫ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. ઇન્ડિયા-ઑસ્ટ્રેલિયાની ફાઇનલ મૅચને કારણે આ ફિલ્મના બિઝનેસ પર ખૂબ જ અસર પડી હતી. તેમ જ સોમવારે પણ ખૂબ જ ઓછો બિઝનેસ થયો હતો. સલમાન ખાનની ફી અને ફિલ્મનું જે બજેટ છે એને જોતાં આ ફિલ્મનો બિઝનેસ ખૂબ જ ઓછો છે. ફિલ્મ પ્રૉફિટમાં જાય અને થોડોઘણો નફો દેખાય એ માટે પણ ફિલ્મે હજી બૉક્સ-ઑફિસ પર ખૂબ જ સારું પર્ફોર્મ કરવું પડશે. સલમાન ખાનની આ ફિલ્મ પણ ૫૦૦ કરોડની ક્લબમાં સામેલ થશે એવી આશા રાખવામાં આવી રહી હતી. જોકે જે રીતે બિઝનેસ તૂટી રહ્યો છે એને જોઈને એ મુશ્કેલ લાગી રહ્યું છે.

Salman Khan katrina kaif bollywood news tiger zinda hai ek tha tiger box office entertainment news bollywood