Dabangg 3: સલમાનની હિરોઈન સઈ માંજરેકર આવા અંદાજમાં આવશે નજર

21 August, 2019 07:29 PM IST  |  મુંબઈ

Dabangg 3: સલમાનની હિરોઈન સઈ માંજરેકર આવા અંદાજમાં આવશે નજર

સલમાનની હિરોઈન સઈ માંજરેકર આવા અંદાજમાં આવશે નજર

ફિલ્મ અભિનેત્રી બનવા જઈ રહેલી મહેશ માંજરેકર (Mahesh Manjrekar)ની દીકરી સઈ માંજરેકરે(Saiee Manjrekar) સોશિયલ મીડિયા પર પોતાની કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં તે ખૂબ જ સરસ લાગી રહી છે. સાઈ જલ્દી જ ફિલ્મ દબંગ 3માં નજર આવશે.

આ ફિલ્મમાં તે સલમાન ખાન (Salman Khan) સાથે નજર આવશે.


હાલમાં જ સોશિયલ મીડિયા પર દબંગ 3ના સેટ પરની તસવીરો લીક ન થાય એટલે સેટ પર મોબાઈલ લઈ જવા પર પણ પાબંદી લગાવવામાં આવી હતી, પરંતુ હવે લઈ માંજરેકરે પોતાના ઑફિશિયલ સોશિયલ મીડિયા અકાઉન્ટ પરથી એક બાદ એક ઘણી તસવીરો શેર કરી છે. જે વાયરલ થઈ રહી છે.


ફિલ્મ દબંગ 3માં સઈ સલમાનની ગર્લફ્રેન્ડ તરીકે નજર આવશે. હાલમાં જ સઈએ પોતાના સીનનું શૂટિંગ કરી લીધું છે અને હવે તે એક ગીત માટે તૈયાર થઈ રહી છે. એ પણ કહેવામાં આવે છે કે સલમાન ખાન સઈને લઈને પહેલા સંકોચમાં હતા, કારણ કે જ્યારે તેમણે સઈને જોઈ હતી ત્યારે તે નાની હતી.

ફિલ્મનું નિર્દેશન પ્રભુદેવા કરી રહ્યા છે. ફિલ્મમાં સોનાક્ષી પણ મહત્વની ભૂમિકામાં છે. અને આ ફિલ્મ 20 ડિસેમ્બરે રીલિઝ થશે.

dabangg 3 Salman Khan mahesh manjrekar