Bharat: જાણો કેમ ભારતનું નામ પહેલા રાખવાના હતા 'રામ'?

14 May, 2019 06:44 PM IST  |  મુંબઈ

Bharat: જાણો કેમ ભારતનું નામ પહેલા રાખવાના હતા 'રામ'?

ભારતનું નામ પહેલા રાખવાના હતા 'રામ'

બોલીવુડનું દબંગ ખાન એટલે કે સલમાન ખાનની અપકમિંગ ફિલ્મ ભારત ચર્ચામાં છે. ફિલ્મને લઈને અનેક ઈન્ટરેસ્ટિંગ વાતો સામે આવી રહે છે. હવે નિર્દેશક અલી અબ્બાસ ઝફરે ખુલાસો કર્યો છે કે આખરે સલમાન ખાનની ફિલ્મનું નામ 'ભારત' કેવી રીતે પડ્યું. તેમણે કહ્યું કે ફિલ્મનું ટાઈટલ નક્કી કરવા માટે તેમણે અનેક પૌરાણિક પુસ્તકોનો સહારો લીધો. લાંબા સમય સુધી તેમણે હીરોના નામ પર પણ વિચાર કર્યો હતો.


PTIને આપેલા એક ઈન્ટરવ્યૂમાં તેમણે કહ્યું, 'મને લાગ્યું કે પૌરાણિક કથાઓમાં રામ એક આદર્શ નાયક છે. શું કિરદારનું નામ અર્જુન રાખી શકાય છે, કારણ કે તેમને ધર્મ, કર્મ માટે કામ કરી રહ્યો છે? કે પછી તેને એક નિઃસ્વાર્થ નાયક 'કર્ણ' નામ આપી શકાય છે. તેમણે કહ્યું કે, મને લાગ્યું કે તેનું નામ દેશના નામ પર રાખી શકાય. એક રાત્રે 3 વાગ્યે, હું પડખા ફરી રહ્યો હતો અને વિચારી રહ્યો હતો ત્યારે મને ભારત નામ મળ્યું.'


તેમણે આ નામ પ્રોડ્યૂસર અતુલ અગ્નિહોત્રી અને સલમાન ખાનને જણાવ્યું. અલી અબ્બાસ ઝફર એ વાતને લઈને સ્પષ્ટ હતા કે તેમને રાઈટિંગ પર ખૂબ જ કામ કરવું પડશે અને તેમને ફિલ્મને લખતા દોઢ વર્ષ લાગ્યા હતા. ફિલ્મના નિર્માતા સંબંધો પર એક ફિલ્મ બનાવવા માંગતા હતા અને ભારત તેમની પર્ફેક્ટ પસંદ હતી.

ફિલ્મ ઈદના અવસર પર 5 જૂને રિલીઝ થઈ રહી છે. ફિલ્મની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. 'ભારત' વર્ષ 2015માં આવેલી કોરિયાઈ ફિલ્મ પર આધારિત છે. ફિલ્મની કહાની એક જાસૂસની આસપાસ ફરે છે.

Salman Khan ali abbas zafar bollywood news