સોહેલ આજે પણ પહેરે છે સલમાનની અંડરવેઅર, પણ અરબાઝની ચડ્ડી તેને ફિટ નથી થતી

10 December, 2016 04:21 AM IST  | 

સોહેલ આજે પણ પહેરે છે સલમાનની અંડરવેઅર, પણ અરબાઝની ચડ્ડી તેને ફિટ નથી થતી



લેટી મરિયમ એબ્રાહમ

કરણ જોહરના ચૅટ-શો ‘કૉફી વિથ કરણ’ના સોમા એપિસોડમાં સલમાન ખાન તેના ભાઈઓ અરબાઝ ખાન અને સોહેલ ખાન સાથે આવતી કાલે સ્ટાર વલ્ર્ડ પર જોવા મળશે. આ ત્રણેયે કરણના શોમાં ખૂબ જ મસ્તી કરી હતી અને તેમણે તેમની બાળપણની આદતો વિશે પણ કરણને જણાવ્યું હતું. સલમાને કહ્યું હતું કે તેઓ બાળપણમાં એકબીજાની અંડરવેઅર પહેરતા હતા અને એ આદત તેમની આજે પણ ચાલુ જ છે. સલમાનની આ વાત વિશે અરબાઝ સહમત ન હતો. જોકે સોહેલે કબૂલ્યું હતું કે તે સલમાનની ધોયેલી અંડરવેઅર પહેરે છે, પરંતુ અરબાઝની અંડરવેઅર નથી પહેરતો કારણ કે તે તેના માટે ખૂબ જ મોટી હોય છે.