સલમાન ખાન બનશે આઈટમ બૉય?

08 May, 2019 05:32 PM IST  |  મુંબઈ

સલમાન ખાન બનશે આઈટમ બૉય?

સલમાન ખાને કરશે આઈટમ નંબર?

સલમાન ખાન પોતાની આગામી ફિલ્મ દબંગ-3ની જોરશોરથી તૈયારી કરી રહ્યા છે. આ ફિલ્મ ફ્લેશ બેકમાં જશે, જેમાં ચુલબુલ પાંડેને કૉલેજમાં જતો બતાવવામાં આવશે. આ ફિલ્મમાં તેની પોલીસમાં ભરતી થયા પહેલાની જર્ની હશે. સૂત્રોથી મળતી માહિતી પ્રમાણે સલમાન આ ફિલ્મમાં આઈટમ સોંગ કરશે.

દબંગ થ્રીનું હાલ શૂટિંગ ચાલી રહ્યું છે. સલમાનના હોમ ટાઉન ઈન્દોરનું શેડ્યૂલ પૂર્ણ થઈ ગયું છે. અને હવે મુંબઈમાં તેની શરૂઆત થઈ છે. સૂત્રોની માહિતી પ્રમાણે, "દબંગ-3માં મલાઈકાનું લોકપ્રિય ગીત મુન્ની બદનામ હુઈ રીક્રિએટ કરવામાં આવશે. અને સલમાન ખાન તેના પર ડાન્સ કરશે. સોંગ્સના લિરીક્સમાં ફેરફા કરવામાં આવશે અને સલમાન કહેશે મુન્ના બદનામ હુઆ."

આ પણ વાંચોઃ Brahmastra:કેમ આલિયા ભટ્ટે રણબીર કપૂરનો વીડિયો બનાવ્યો ?

દબંગના ત્રીજા ભાગમાં ચુલબુલ પાંડેનો ભુતકાળ બતાવવામાં આવશે. જેમાં સલમાન યુવા અવતારમાં જોવા મળશે. સલમાન કોલેજના દિવસોમાં રોમાન્સ કરતો પણ જોવા મળશે. જો કે અત્યાર સુધીમાં ફિલ્મકારોએ આ વિશે કોઈ માહિતી નથી આપી.

Salman Khan dabangg 3