05 May, 2025 07:03 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સલમાન ખાન
સલમાન ખાન પોતાની લેટેસ્ટ ફિલ્મ ‘સિકંદર’ની સફળતાને ભૂલીને કરીઅરમાં આગળ વધવા માગે છે અને આ માટે તેણે એક દમદાર પ્રોજેક્ટની પસંદગી કરી છે એવી ચર્ચા છે. મળતી માહિતી પ્રમાણે સલમાન તેની આગામી ફિલ્મમાં આર્મી ઑફિસરના રોલમાં જોવા મળી શકે છે.
એક રિપોર્ટ પ્રમાણે સલમાન તેની આગામી ફિલ્મમાં ૨૦૨૦માં થયેલા ગલવાન ઘાટીના સંઘર્ષ પર આધારિત એક વૉર ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી શકે છે. આ ફિલ્મનું ડિરેક્શન અપૂર્વ લાખિયા કરશે.
આ ફિલ્મ બેસ્ટસેલિંગ બુક ‘ઇન્ડિયાઝ મોસ્ટ ફિયરલેસ 3’ના એક ચૅપ્ટર પર આધારિત હશે. આ પુસ્તક ભારતીય સશસ્ત્ર દળની સાચી અને રોમાંચક હકીકત દર્શાવે છે જેમાં ગલવાન ઘાટીના યુદ્ધનો પણ ઉલ્લેખ છે. સલમાન આ ફિલ્મમાં સેના અધિકારીનો રોલ ભજવવા માટે ઉત્સાહી છે. જો બધું બરાબર પાર પડશે તો આ ફિલ્મનું શૂટિંગ ૨૦૨૫ના સેકન્ડ હાફમાં શરૂ કરવામાં આવશે.