01 June, 2025 06:49 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સલમાન ખાન અને મહેશ નારાયણન
સલમાન ખાન પોતાની કરીઅરને બચાવવા હવે નવા-નવા ડિરેક્ટરો સાથે કામ કરવાની વેતરણમાં છે. અત્યારે તે ચીન સાથે ગલવાન ઘાટીમાં થયેલા ઘર્ષણ પરની ફિલ્મમાં અપૂર્વ લાખિયાના દિગ્દર્શનમાં કામ કરી રહ્યો છે અને સાથે-સાથે મલયાલમ ફિલ્મમેકર મહેશ નારાયણન સાથે એક ઍક્શન ફિલ્મની ચર્ચા પણ તેણે શરૂ કરી છે. આ ફિલ્મ સલમાનની બહેન અલ્વિરા ખાન અગ્નિહોત્રી પોતાના બૅનર હેઠળ રજૂ કરશે. મહેશ નારાયણનની આ પહેલી હિન્દી ફિલ્મ હશે.