સલમાન ખાને દાદાને યાદ કરી શરુ કરી દબંગ 3ની શૂટિંગ

01 April, 2019 06:30 PM IST  | 

સલમાન ખાને દાદાને યાદ કરી શરુ કરી દબંગ 3ની શૂટિંગ

દબંગ 3ની શૂટિંગ આજથી શરુ

સલમાન ખાને ફેન્સ માટે સારા સમાચાર આવ્યા છે. સલમાન ખાને ફિલ્મ દબંગ 3ની શૂટિંગ આજથી શરુ કરી છે. સલમાન ખાન રવિવારે સાંજે ઈન્દોર પહોચ્યો હતો અને ત્યાથી મહેશ્વર માટે રવાના થયો હતો. સલમાન ખાન સાથે અરબાઝ ખાન પણ સાથે હતો. સલમાન ખાન પોતાની આગામી ફિલ્મ દબંગ 3ની શૂટિંગ 1 એપ્રિલથી શરુ કરી રહ્યો છે.

ઇંદોરમાં સલમાનના દાદાની પોલીસ અધિકારી તરીકે પહેલી નોકરી હતી

રવિવાર સલમાન ખાને ઈંદોર પહોચીને ફેન્સ માટે એક વિડીયો શૅર કર્યો હતો જેમા એ બોલી રહ્યો છે કે તેમના જન્મ સ્થળ ઈંદોરમાં દબંગ 3ની શૂટિંગ માટે પહોંચ્યો છે અને મહેશ્વરમાં શૂટિંગની શરુઆત કરશે.' આ એજ જગ્યા છે જ્યા સલમાન ખાનના દાદાની પોલીસ અધિકારી તરીકે પોસ્ટિંગ હતી અને સલમાન ખાન પણ દબંગ 3માં પોલીસનો રોલ કરી રહ્યો છે. સલમાન ખાને મહેશ્વર પહોચ્યા પછી તેના દાદાજીને યાદ કર્યા હતા.

દબંગ 3 ડિરેક્ટ કરી રહ્યો છે પ્રભુદેવા 

દબંગની પહેલી સિક્વલ રિલીઝ થઈ હતી જેને ભારે રિસપોન્સ મળ્યો હતો આ ફિલ્મ અભિનવ કશ્યપે ડાયરેક્ટ કરી હતી. ત્યારબાદ દબંગ 2 સલમાન ખાનના ભાઈ અરબાઝ ખાન દ્વારા ડાયરેક્ટ કરી હતી જેમા વિલનનો રોલ પ્રકાશ રાજે કર્યો હતો. દબંગ 3 સુપર ડાન્સર પ્રભુ દેવા ડિરેક્ટ કરી રહ્યો છે જ્યારે પ્રોડ્યુસ્ડ અરબાઝ ખાન કરી રહ્યો છે.

Salman Khan dabangg 3