ભારતનું નવું સોંગ ઝિંદાઃ સલમાનનું આ ગીત છે નવું એન્થમ

17 May, 2019 03:53 PM IST  |  મુંબઈ

ભારતનું નવું સોંગ ઝિંદાઃ સલમાનનું આ ગીત છે નવું એન્થમ

ભારતનું નવું સોંગ ઝિંદા રીલિઝ

જૂન 5ના દિવસે રીલિઝ થવા જઈ રહેલી ફિલ્મ ભારતનું ગીત ઝિંદા રિલીઝ થયું છે. જેનાથી અલી અબ્બાસ ઝફર લીરિસિસ્ટ અને કંપોઝર તરીકે ડેબ્યૂ કરી રહ્યા છે. આ ગીત ફિલ્મનું એન્થમ છે.સલમાન ખાનની આ ફિલ્મમાં અડધો ડઝનથી વધારે ગીતો છે.

લીરિસિસ્ટ અને કંપોઝર તરીકેનો પોતાનો અનુભવ શેર કરતા અલી અબ્બાસ ઝફર કહે છે કે, "આ એક કવિતા છે જે મેં ફિલ્મની સ્ક્રિપ્ટ પર કામ કરતા સમયે લખી હતી." અલી કહે છે કે તેનો આઈડિયા સાત દાયકાની ભારતની જર્નીને એક ગીતમાં બતાવવાનો હતો. ફિલ્મનું હાર્દ છે વિશ્વાસ અને આસ્થા તમને જીવતા રાખે છે.

સલમાન ખાન સ્ટારર ભારત તમારા દિવસને સારો બનાવવા માટે પર્ફેક્ટ સોંગ છે. આ ફિલ્મના એક પછી એક ગીત સામે આવી રહ્યા છે. જેના કારણે ચાહકોમાં ફિલ્મને લઈને ઉત્સુકતા જાગી રહી છે.

આ પણ વાંચોઃ Bharat: જાણો કેમ ભારતનું નામ પહેલા રાખવાના હતા 'રામ'?

ફિલ્મમાં સલમાન ખાન, કેટરિના કૈફ, તબુ, દિશા પટાણી, સુનિલ ગ્રોવર અને જેકી શ્રોફ છે. ભારત અતુલ અગ્નિહોત્રી, અલવિરા અગ્નિહોત્રી, ભુષણ કુમાર, ક્રિષન કુમારે પ્રોડ્યુસર કરી છે.

Salman Khan