ગેન્ગસ્ટરની ધમકી પછી સલમાન ખાને ખરીદી બુલેટપ્રૂફ કાર, કરોડોમાં છે કિંમત

02 August, 2022 03:58 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

દબંગ ખાને પોતાની ટોયોટા લેન્ડ ક્રૂઝરને અપગ્રેડ કરી છે, આમાં બુલેટપ્રૂફ સ્ક્રીન્સ લગાવડાવી છે.

સલમાન ખાન (ફાઈલ તસવીર)

બૉલિવૂડ સ્ટાર સલમાન ખાનને જ્યારથી મારી નાખવાની ધમકી મળી છે ચાહકો તેની સેફ્ટીને લઈને ચિંતિત છે. ધમકીભર્યો પત્ર મળ્યા પછીથી સલમાનની સિક્યોરિટી વધારવામાં આવી છે. મુંબઈ પોલીસે એક્ટરને હથિયાર રાખવાનું લાઇસન્સ જાહેર કરી દીધું છે. ચર્ચા છે કે દબંગ ખાને પોતાની ટોયોટા લેન્ડ ક્રૂઝરને અપગ્રેડ કરી છે, આમાં બુલેટપ્રૂફ સ્ક્રીન્સ લગાવડાવી છે.

બુલેટપ્રૂફ ગાડીમાં જોવા મળ્યો સલમાન
સોમવાર રાતે સલમાન ખાનને મુંબઈ ઍરપૉર્ટ પર સ્પૉટ કરવામાં આવ્યો. ઍરપૉર્ટ પર સલમાને ટોયોટા લેન્ડ ક્રૂઝર (Toyota Land Cruiser SUV)માં સ્વેગથી એન્ટ્રી કરી. આ ગાડીની કિંમત 1.5 કરોડ કહેવામાં આવી રહી છે. કારવાલે ડૉટ કૉમ પ્રમાણે, સલમાન ખાનની લેન્ડ ક્રૂઝમાં 4461 સીસીનું એન્જિન લાગ્યું છે જેનું પાવર 262 બીએચપી છે. આ SUV ફક્ત એક જ વેરિએન્ટમાં અવેલેબલ છે જે સંપૂર્ણપણે બુલેટપ્રૂફ છે. આની બારીના કિનારે એક મોટી બૉર્ડર પણ છે જેના પછી આ કાર સંપૂર્ણરીતે આર્મર્ડ છે. આવી ગાડી ખાસ ડિમાન્ડ પર જ બને છે.

ઍરપૉર્ટ પર સલમાન ખાન પિંક શર્ટ અને બ્લેક ટ્રાઉઝરમાં જોવા મળ્યો. સલમાન ખાનના હેન્ડસમ લૂક પર ચાહકો હંમેશાંની જેમ ક્રેઝી થઈ રહ્યા છે. ઍરપૉર્ટ પર સલમાનની સિક્યોરિટી ખૂબ જ ટાઈટ દેખાય છે. સલમાન ખાનને મળેલી જીવલેણ ધમકીએ બૉલિવૂડમાં હલચલ મચાવી દીધી છે.

સલમાનને મળ્યું ગન લાઇસન્સ
ગેન્ગસ્ટરની ધમકી બાદ સલમાન ખાને ગન લાઇસન્સ માટે અપ્લાય કર્યું હતું. 22 જુલાઈના સલમાન ખાન આ સંદર્ભે મુંબઈ પોલીસ કમિશનર વિવેક ફણસાલકરને મળ્યો હતો. જેના પછી એક્ટરને હથિયાર રાખવાનું લાઈસન્સ આપવામાં આવ્યું. સલમાનના પિતા સલીમ ખાનને મૉર્નિંગ વૉક દરમિયાન બેન્ચ પર ધમકીભર્યો પત્ર મળ્યો હતો. પત્રમાં લખ્યું હતું- તમારો મૂસેવાલા જેવો હાલ કરી દેશું. આ પત્ર મળ્યા પછી સલીમ ખાન પોલીસ પાસે ગયા અને FIR નોંધાવ્યો. પોલીસ પણ સલમાન કેસને લઈને એક્ટિવ છે.

ધમકી મળ્યા પછી એવું નથી કે સલમાને વર્કફ્રન્ટ પર ઢીલ આપી હોય. તે પહેલાની જેમ જ પોતાના વર્ક કમિટમેન્ટ્સને પૂરું કરી રહ્યા છે. સલમાન ખાનના આ વર્તનના વખાણ તો કરવા જ રહ્યા.

bollywood news bollywood bollywood gossips entertainment news Salman Khan