સલમાને શુભેચ્છા આપી રઈસ અને કાબિલને

16 January, 2017 04:49 AM IST  | 

સલમાને શુભેચ્છા આપી રઈસ અને કાબિલને

સલમાન અને શાહરુખની ‘કરણ અજુર્ન’ ૧૯૯૫ની ૧૩ જાન્યુઆરીએ રિલીઝ થઈ હતી, જેને ૨૧ વર્ષ થયાં છે. હૃતિક રોશનની ‘કહો ના પ્યાર હૈ’ ૨૦૦૦ની ૧૪ જાન્યુઆરીએ રિલીઝ થઈ હતી, જેને ૧૭ વર્ષ થયાં છે. સલમાન અને શાહરુખની ‘કરણ અજુર્ન’માં હૃતિક રોશન અસિસ્ટન્ટ ડિરેક્ટર હતો. તેથી સલમાને તેમનો ત્રણેયનો ફોટો શૅર કરીને ટ્વીટ કર્યું હતું કે ‘રાકેશજી, શાહરુખ અને મને ‘કરણ અજુર્ન’નાં ૨૧ વર્ષની યાદો આપવા માટે તમારો આભાર. ડુગ્ગુ, તારી ‘કહો ના પ્યાર હૈ’નાં ૧૭ વર્ષ માટે તને અભિનંદન. ૨૫ જાન્યુઆરીએ રિલીઝ થઈ રહેલી ‘કાબિલ’ અને ‘રઈસ’ માટે હું તમને બન્નેને શુભેચ્છા આપું છું.’