સલમાન ખાન સફળતા મેળવવા માટે સાઉથના ડિરેક્ટરના સહારે

07 August, 2025 07:03 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હાલમાં તે મલયાલમ ડિરેક્ટરની પિરિયડ થ્રિલરમાં કામ કરવા માટે તૈયાર થયો હોવાના રિપોર્ટ

સલમાન ખાન

સલમાન ખાન આ દિવસોમાં તેમની આગામી ફિલ્મ ‘બૅટલ ઑફ ગલવાન’ને લઈને ચર્ચામાં છે. રિપોર્ટ પ્રમાણે સલમાન હજી આ ફિલ્મ પર કામ કરી રહ્યો છે અને તેને બીજો મોટો પ્રોજેક્ટ મળ્યો છે. મળતી માહિતી પ્રમાણે સલમાનને મળેલી ફિલ્મ એક પિરિયડ થ્રિલર છે.

સલમાને હાલમાં મલયાલમ દિગ્દર્શક મહેશ નારાયણન સાથે અનેક બેઠકો કરી છે અને તે હવે ડિરેક્ટરની પિરિયડ થ્રિલર ફિલ્મ પર કામ કરવા માટે સંમત થયો છે. આ ફિલ્મ ૧૯૭૦થી ૧૯૯૦ના દાયકામાં સેટ કરવામાં આવશે. એવું કહેવાય છે કે સલમાન હવે તેના કમ્ફર્ટ ઝોનની બહાર નીકળીને ફિલ્મો કરવા માગે છે. આ ફિલ્મમાં પણ તેણે  ‘બૅટલ ઑફ ગલવાન’ની જેમ જ ખૂબ મહેનત કરવી પડશે. સલમાનની છેલ્લી ફિલ્મ ‘સિકંદર’ ફ્લૉપ જતાં હવે તે પોતાની કરીઅર સાથે એક્સપરિમેન્ટ કરવા ઇચ્છે છે.

Salman Khan bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news