સલમાન ખાનને સુપરહીરો તરીકે ચમકાવતી ફિલ્મની હિરોઇન કરીના કપૂર ખાન?

06 May, 2026 09:39 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રિપોર્ટ પ્રમાણે કરીનાએ આ રોલ કરવાની મૌખિક રીતે સંમતિ પણ આપી દીધી છે

આ જોડીએ ‘ક્યૂં કી...’, ‘મૈં ઔર મિસિસ ખન્ના’, ‘બૉડીગાર્ડ’ અને ‘બજરંગી ભાઈજાન’ જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે

સલમાન ખાન અને કરીના કપૂરે  ‘ક્યૂં કી...’, ‘મૈં ઔર મિસિસ ખન્ના’, ‘બૉડીગાર્ડ’ અને ‘બજરંગી ભાઈજાન’ જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. હવે આ જોડી સલમાનને સુપરહીરો તરીકે ચમકાવતી તેની આગામી ફિલ્મમાં ફરી સાથે જોવા મળે એવી શક્યતા છે. રિપોર્ટ પ્રમાણે કરીનાને આ ફિલ્મ ઑફર થઈ છે અને તેને એમાં કામ કરવામાં રસ પણ પડ્યો છે. તેણે આ રોલ કરવાની મૌખિક રીતે સંમતિ પણ આપી દીધી છે. જોકે આ વાતની હજી સત્તાવાર જાહેરાત થવાની બાકી છે.

સલમાનની આ ફિલ્મમાં હિરોઇન તરીકે પહેલાં સમંથા રુથ પ્રભુના નામની ચર્ચા હતી, પણ હવે કરીનાનું નામ લગભગ કન્ફર્મ છે. ફિલ્મમાં સલમાન એક ઉંમરલાયક સુપરહીરોના રોલમાં જોવા મળશે જે અનપેક્ષિત પરિસ્થિતિઓને કારણે ફરી ઍક્શનની દુનિયામાં પાછો ફરશે અને અંતે મોટા સંઘર્ષમાં ફસાઈ જશે.

Salman Khan kareena kapoor upcoming movie raj and dk entertainment news bollywood bollywood news