૪૦ દિવસનું રી-શૂટિંગ અને ફિલ્મમાં ચાઇનીઝ ગીતનો ઉમેરો

19 March, 2026 11:11 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સલમાન ખાનની માતૃભૂમિ : મે વૉર રેસ્ટ ઇન પીસમાં આટલો ફેરફાર કરવાનો લેવાયો નિર્ણય

હાલમાં ફિલ્મ ૧૭ એપ્રિલે રિલીઝ કરવાની જાહેરાત કરવામાં આવી છે

સલમાન ખાન આ દિવસોમાં પોતાની આવનારી ફિલ્મ ‘માતૃભૂમિ : મે વૉર રેસ્ટ ઇન પીસ’ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મ લાંબા સમયથી ચર્ચામાં છે અને એપ્રિલમાં રિલીઝ થવાની છે. હાલમાં ફિલ્મમાં મોટા ફેરફારો કરવામાં આવી રહ્યા છે જેમાં મેકર્સ લગભગ ૪૦ દિવસનું રી-શૂટ કરી રહ્યા છે.

રિપોર્ટ અનુસાર ટીમ ફેબ્રુઆરીથી ફિલ્મના અનેક ભાગોનું ફરી શૂટિંગ કરી રહી છે. લગભગ ૪૦ દિવસનું રી-શૂટિંગ શેડ્યુલ તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં નવી સીક્વન્સ ઉમેરવામાં આવી છે અને સ્ટોરીને ફરીથી આકાર આપવામાં આવ્યો છે. આ ફિલ્મમાં ચાઇનીઝ ભાષામાં એક ખાસ ગીત ઉમેરવામાં આવ્યું છે જેને હિમેશ રેશમિયાએ સંગીતબદ્ધ કર્યું છે. આ ગીત ફાઇનલ થયા બાદ સલમાન ખાન પર ફિલ્માવવામાં આવશે.

હાલમાં ફિલ્મ ૧૭ એપ્રિલે રિલીઝ કરવાની જાહેરાત કરવામાં આવી છે. જોકે એવી ચર્ચાઓ છે કે ફિલ્મની રિલીઝ આગળ ધકેલાઈને મધ્ય ઑગસ્ટ સુધી જઈ શકે છે, પરંતુ આ વિશે હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

Salman Khan upcoming movie entertainment news bollywood bollywood news