✕

સલમાન ખાનનું કૅરૅક્ટર બદલાયું અને ક્લાઇમૅક્સમાં લડાઈને બદલે શાંતિનો સંદેશ

07 October, 2026 05:17 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મંજૂરી મેળવવા માટે ‘માતૃભૂમિ : મે વૉર રેસ્ટ ઇન પીસ’માં કરવામાં આવ્યા છે બહુ મોટા ફેરફાર

ફિલ્મ ‘માતૃભૂમિ : મે વૉર રેસ્ટ ઇન પીસ’

સલમાન ખાનની લાંબા સમયથી અટવાયેલી દેશભક્તિ આધારિત ફિલ્મ ‘માતૃભૂમિ : મે વૉર રેસ્ટ ઇન પીસ’ને સરકાર તરફથી લીલી ઝંડી મળી ગઈ છે. ફિલ્મને નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ મળી ગયું છે અને એનો રિલીઝનો રસ્તો પણ સંપૂર્ણપણે સાફ થઈ ગયો છે. જોકે ખબર પડી છે કે આ મંજૂરી મેળવવા માટે ફિલ્મમાં અનેક ફેરફાર કરવામાં આવ્યા છે.

ચર્ચા છે કે આ અઠવાડિયે સેન્સર બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન સલમાન ખાનની ફિલ્મ ‘માતૃભૂમિ’ જોશે. મળતી માહિતી પ્રમાણે મેકર્સે ફિલ્મને સેન્સર બોર્ડમાં મોકલતાં પહેલાં એમાં અનેક મોટા અને મહત્ત્વના ફેરફાર કર્યા છે. ફિલ્મનો મૂળ ક્લાઇમૅક્સ બદલી નાખવામાં આવ્યો છે. હવે વાર્તાનો અંત શાંતિ અને સકારાત્મક સંદેશ સાથે કરવામાં આવ્યો છે. ફિલ્મના ક્લાઇમૅક્સ અને સલમાનના પાત્રની સફરમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. મેકર્સે એ વાતનું ધ્યાન રાખ્યું છે કે ભારત-ચીન વિવાદને બહુ હાઇલાઇટ ન કરાય અને હવે ફિલ્મનો અંતિમ સંદેશ શાંતિની અપીલ કરે છે.

Salman Khan bollywood buzz bollywood news bollywood entertainment news