07 May, 2025 07:06 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
યુલિયા વૅન્ટુર
સલમાનની ખાનની ગર્લફ્રેન્ડ રોમાનિયન મૉડલ અને સિંગર યુલિયા વૅન્ટુર ૪૪ વર્ષની વયે ઍક્ટિંગની દુનિયામાં એન્ટ્રી કરી રહી છે. અત્યાર સુધી કેટલાક મ્યુઝિક-વિડિયોમાં જોવા મળેલી યુલિયાની ફિલ્મની જાહેરાત થઈ ગઈ છે. યુલિયા ‘ઇકોઝ ઑફ અસ’ નામની અંગ્રેજી શૉર્ટ ફિલ્મથી ઍક્ટિંગની દુનિયામાં ડેબ્યુ કરશે. યુલિયા સાથે મુખ્ય ભૂમિકામાં દીપક તિજોરી હશે. આ ફિલ્મનું નિર્માણ ઍક્ટ્રેસ પૂજા બત્રા કરી રહી છે.