સલીમ ખાન હવે થોડા સ્વસ્થ, ખુરસી પર બેસીને વાતચીત કરવા લાગ્યા છે : જાવેદ અખ્તર

08 March, 2026 11:06 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સલીમ ખાન હૉસ્પિટલમાં દાખલ થયા પછી શાહરુખ ખાન, આમિર ખાન જેવી અનેક સેલિબ્રિટીઓ તેમને મળવા પહોંચી હતી તેમ જ જાવેદ અખ્તર પણ ઘણી વખત હૉસ્પિટલ જઈને તેમને મળી ચૂક્યા છે.

જાવેદ અખ્તર અને સલીમ ખાન

જાણીતા પટકથાલેખક અને સલમાન ખાનના પિતા સલીમ ખાન માઇનર બ્રેઇન-હૅમરેજની સમસ્યાને કારણે ૧૭ ફેબ્રુઆરીથી મુંબઈની લીલાવતી હૉસ્પિટલમાં દાખલ છે. જોકે તેમના એક સમયના સાથીદાર જાવેદ અખ્તરે દિલ્હીમાં એક પુસ્તક-વિમોચન કાર્યક્રમ દરમ્યાન સલીમ ખાનની તબિયત વિશે અપડેટ આપતાં કહ્યું હતું કે તેમની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે અને હવે તેઓ ખુરસી પર બેસીને વાતચીત કરવા લાગ્યા છે. સલીમ ખાન હૉસ્પિટલમાં દાખલ થયા પછી શાહરુખ ખાન, આમિર ખાન જેવી અનેક સેલિબ્રિટીઓ તેમને મળવા પહોંચી હતી તેમ જ જાવેદ અખ્તર પણ ઘણી વખત હૉસ્પિટલ જઈને તેમને મળી ચૂક્યા છે.

javed akhtar salim khan bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news lilavati hospital