સમયસર રિલીઝ નહીં થઈ શકે બૅટલ ઑફ ગલવાન?

09 February, 2026 12:25 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હવે ચર્ચા છે કે રી-શૂટના કારણે એની રિલીઝ આગળ ધકેલાય એવી શક્યતા છે

સલમાન ખાન ‘બૅટલ ઑફ ગલવાન’ના શૂટિંગમાં વ્યસ્ત છે

સલમાન ખાન તેની આગામી ફિલ્મ ‘બૅટલ ઑફ ગલવાન’ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મ ૧૭ એપ્રિલે રિલીઝ થવાની હતી પણ હવે ચર્ચા છે કે રી-શૂટના કારણે એની રિલીઝ આગળ ધકેલાય એવી શક્યતા છે. જોકે હજી સુધી અંતિમ નિર્ણય લેવાયો નથી.

આ ફિલ્મ સાથે સંકળાયેલી એક વ્યક્તિએ માહિતી આપી છે કે ‘‘બૅટલ ઑફ ગલવાન’ ૧૭ એપ્રિલના રિલીઝ થવાની હતી, પરંતુ ફિલ્મનું શૂટિંગ હજી પૂરું થયું નથી. રી-શૂટ અપેક્ષા કરતાં વધુ સમય લઈ રહ્યું છે. હાલમાં એક અઠવાડિયાનું શૂટ મુંબઈની ગોલ્ડન ટબૅકો ફૅક્ટરીમાં થશે. આ શેડ્યુલ પૂરું થયા બાદ ફેબ્રુઆરીના અંત સુધીમાં થોડું વધુ શૂટિંગ શેડ્યુલ બાકી રહેશે. ત્યાર પછી ડિરેક્ટર અપૂર્વ લાખિયા રી-શૂટ થયેલા ભાગનું એડિટિંગ પણ શરૂ કરશે એટલું જ નહીં, નિયમો અનુસાર ‘બૅટલ ઑફ ગલવાન’ને મિનિસ્ટ્રી ઑફ ડિફેન્સને પણ બતાવવી પડશે અને આ આખી પ્રક્રિયામાં સમય લાગી શકે છે. આ કારણોને કારણે મેકર્સને લાગે છે કે તેઓ ૧૭ એપ્રિલની ડેડલાઇનનું પાલન નહીં કરી શકે. સલમાન ખાન સ્પષ્ટ છે કે દેશભક્તિથી ભરેલી આવી ખાસ ફિલ્મને યોગ્ય ટ્રીટમેન્ટ આપવી જરૂરી છે. તેણે ટીમને કહ્યું છે કે ઉતાવળ ન કરે, પૂરતો સમય લે અને ફાઇનલ પ્રોડક્ટ આકર્ષક અને સિનેમૅટિક હોવાની ખાતરી કરે.’

Salman Khan upcoming movie entertainment news bollywood bollywood news