સલમાન ખાનનું દ-બૅન્ગ રિહર્સલ

17 April, 2017 05:29 AM IST  | 

સલમાન ખાનનું દ-બૅન્ગ રિહર્સલ

સલમાન ખાને ગઈ કાલે હૉન્ગકૉન્ગમાં પર્ફોર્મ કર્યું હતું. એ પહેલાં તેણે શો માટે કરેલા રિહર્સલના ફોટો અને એક વિડિયો ટ્વીટ કર્યા હતા.

વિડિયોમાં સલમાન તેનાં હિટ સૉન્ગ્સ ‘તેરી મેરી પ્રેમ કહાની’ અને ‘હૅન્ગઓવર’ પર પર્ફોર્મ કરતો જોવા મળે છે. વિડિયો સાથેની કૅપ્શનમાં સલમાને જણાવ્યું હતું કે હૉન્ગકૉન્ગના પહેલા શો માટેનાં રિહર્સલ્સ કરી રહ્યો છું.

સલમાનની આ વર્લ્ડ ટૂરમાં તેની સાથે સોનાક્ષી સિંહા, બિપાશા બાસુ, ડેઇઝી શાહ, અવ્વલ કોરિયોગ્રાફર-ડિરેક્ટર પ્રભુ દેવા અને ટીવી-હોસ્ટ મનીષ પૉલ સહિતની બૉલીવુડની સંખ્યાબંધ સેલિબ્રિટીઝ જોડાવાની છે.