...અને સલમાનનો ગુસ્સાનો પારો ચડી ગયો

12 December, 2012 06:21 AM IST  | 

...અને સલમાનનો ગુસ્સાનો પારો ચડી ગયો



સલમાન ખાન તેના ગુસ્સાવાળા સ્વભાવને કારણે કુખ્યાત છે. તાજેતરમાં એક રિયલિટી શોના સર્જકોને આ વાતનો પરચો મળી ગયો હતો. હકીકતમાં સલમાન અને સોનાક્ષી સિંહા આ રિયલિટી શોના સેટ પર તેમની આગામી ફિલ્મ ‘દબંગ ૨’ના પ્રમોશન માટે ગયાં હતાં. આ શોના સર્જકોએ સલમાન માટે ખાસ તેના બાળપણની તસવીરોનો સ્લાઇડ-શો બનાવ્યો હતો. જોકે આમાંથી એક ફોટોમાં તેના બાળપણના ફોટો તરીકે બીજા કોઈકનું પિક્ચર દેખાતાં તેના ગુસ્સાનો પારો ચડી ગયો હતો.

આ ઘટના વિશે વાત કરતાં સેટ પર હાજર એક વ્યક્તિ કહે છે, ‘સલમાન આ ઘટનાથી બહુ ગુસ્સે ભરાયો હતો. તેણે વારંવાર એ તરફ સર્જકોનું ધ્યાન ખેંચ્યું હતું. સલમાન નિયમિત આ શોમાં આવે છે અને આને કારણે તેનું અપસેટ થવું સ્વાભાવિક હતું. આ ઘટનાથી સલમાન એટલોબધો ગુસ્સે ભરાયો હતો કે તેણે સ્ટુડિયોની બહાર તેની રાહ જોઈ રહેલા મિડિયા સાથે વાત કરવાનું પસંદ નહોતું કર્યું.’