ટાઇગરનું ધમાકેદાર ઈદ સેલિબ્રેશન

23 August, 2012 06:08 AM IST  | 

ટાઇગરનું ધમાકેદાર ઈદ સેલિબ્રેશન

સલમાનની આ પાર્ટીમાં તેની એક્સ-ગર્લફ્રેન્ડ કૅટરિના કૈફ સહિત લાંબા વેકેશન પરથી પાછા આવેલા સંજય દત્ત, કરિશ્મા કપૂર અને અજુર્ન કપૂર સહિતના નજીકના મિત્રો અને બૉલીવુડની બીજી હસ્તીઓએ હાજરી આપી હતી. સંજય લાંબા વેકેશન પરથી પાછો આવ્યો હોવા છતાં તેના ચહેરા પર થાક વર્તાતો હતો જ્યારે કરિશ્મા પણ થોડી ઉદાસ લાગી રહી હતી.

 

પોતાની મમ્મીના અનાથાશ્રમ માટે કૅટને જોઈએ છે સલમાનની હેલ્પ

કૅટરિના કૈફની મમ્મી સુઝૅન ટર્કોટ મદુરાઈ, તામિલનાડુમાં મર્સી હોમ નામે એક અનાથાશ્રમ ચલાવે છે અને હવે તે અનાથાશ્રમમાં રહેતાં બાળકો માટે સ્કૂલ બનાવી રહી છે, જેના માટે તેણે ત્યાં જગ્યા લઈ લીધી છે. કૅટરિનાને પૂરો ભરોસો છે કે હંમેશાં બધાને મદદ કરવા તત્પર રહેતો સલમાન તેની મમ્મીની આ સ્કૂલ બનાવવા માટે પણ પોતાના નૉન-ગવર્નમેન્ટલ ઑર્ગેનાઇઝેશન બીઇંગ હ્યુમન દ્વારા મદદ કરશે. કૅટરિના પોતે પણ મમ્મીને મદદ કરવા કમર કસી રહી છે. તેણે ફિલ્મમાં પહેરેલા પોતાના ડ્રેસિસ પણ આ સંસ્થાને ઑક્શન માટે આપી દીધા છે.