સલમાન ખાને શરૂ કર્યું 'રાધે'નું શૂટિંગ, સેટ પરથી પહેલી તસવીર આવી

01 November, 2019 06:13 PM IST  |  મુંબઈ

સલમાન ખાને શરૂ કર્યું 'રાધે'નું શૂટિંગ, સેટ પરથી પહેલી તસવીર આવી

ઈદ 2020 પર આવી રહ્યા છે ભાઈજાન

ઈદ 2020 પર રિલીઝ થવા જઈ રહેલી સલમાન ખાનની ફિલ્મ રાધેની સફર શરૂ થઈ ગઈ છે. એક નવેમ્બરે મહેબૂબ સ્ટુડિયોમાં ફિલ્મનું શૂટિંગ શરૂ થયું ત્યારે સલમાન ખાન સાથે ફિલ્મની આખી કાસ્ટ નજર આવી.

સલમાન ખાને ફિલ્મ્સે મુહૂર્ત બાદની તસવીર શેર કરી છે, જેમાં સલમાન ખાન સાથે દિશા પટાણી, રણદીપ હુડ્ડા, સોહેલ ખાન, અતુલ અગ્નિહોત્રી અને ફિલ્મના નિર્દેશક પ્રભુદેવા નજર આવી રહ્યા છે. જેકી શ્રૉફ ક્લેપ આપતા નજર આવી રહ્યા છે. રાધે એક કૉપ ડ્રામા છે. સલમાને પહેલી તસવીર શેર કરતા લખ્યું છે કે અને સફર શરૂ થઈ. આ પહેલા સલમાન ખાને તેનો ફર્સ્ટ લૂક શેર કરતા 2020 ઈદ પર ફિલ્મ આવવાની પુષ્ટિ કરી હતી. દિશા આ પહેલા સલમાન ખાન સાથે ભારતમાં નજર આવી ચુકી છે. તો, જેકી શ્રૉફ પણ ભારતમાં સલમાનના પિતાના રોલમાં હતો. તો રણદીપ સલમાન સાથે કિક અને સુલતાનમાં કામ કરી ચુક્યા છે.


સલમાન ખાન અને પ્રભુદેવા ત્રીજી વાર સાથે આવી રહ્યા છે. 2008માં આવેલી વૉન્ટેડમાં પ્રભુદેવાએ સૌથી પહેલી વાર સલમાન ખાનને ડાયરેક્ટ કર્યા હતા. આ ફિલ્મની સાથે જ પ્રભુદેવાએ હિન્દી સિનેમામાં ડાયરેક્ટર તરીકે એન્ટ્રી લીધી હતી. તે 2008માં ઈદના મોકા પર જ આવી હતી અને સફળ રહી હતી.

આ ફિલ્મથી સલમાન અને ઈદનો સંબંધ બન્યો હતો. ત્યારથી સતત ઈદ પર સલમાન પોતાની ફિલ્મો લઈને આવી રહ્યા છે અને સફળતાની નવી ઉંચાઈઓ સ્પર્શી રહ્યા છે. 20 ડિસેમ્બરે આવી રહેલી દબંગ 3નું નિર્દેશન પણ પ્રભુદેવાએ જ કર્યું છે. આ ફિલ્મથી સલમાન ચુલબુલ પાંડેના રૂપમાં પડદા પર પાછા આવશે.

આ પણ જુઓઃ તમને ખબર છે કેવી રીતે પ્રેમમાં પડ્યા હતા મુકેશ અને નીતા અંબાણી?

ઈદ 2020 પર સલમાનની રાધેનો મુકાબલો અક્ષય કુમારની ફિલ્મ લક્ષ્મી બૉમ્બ સાથે થશે, જેને રાઘવ લૉરેન્સ નિર્દેશિત કરી રહ્યા છે. એ પણ સંયોગ છે કે આગામી ઈદ પર રિલીઝ થનારી બંને ફિલ્મોના નિર્દેશક સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી છે. લાંબા અરસા બાદ ઈદ પર બે મોટા સ્ટાર્સની ટક્કર જોવા મળશે.

Salman Khan Disha Patani dabangg 3