‘કિસી કા ભાઈ કિસી કી જાન’નું શૂટિંગ પૂરું કર્યું સલમાન ખાને

04 December, 2022 11:46 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સલમાન ખાને ‘કિસી કા ભાઈ કિસી કી જાન’નું શૂટિંગ પૂરું કરી લીધું છે.

સલમાન ખાન

સલમાન ખાને ‘કિસી કા ભાઈ કિસી કી જાન’નું શૂટિંગ પૂરું કરી લીધું છે. આ ફિલ્મમાં તે અલગ અવતારમાં દેખાવાનો છે. આવતા વર્ષે ઈદ દરમ્યાન રિલીઝ થનારી આ ફિલ્મને તેણે પ્રોડ્યુસ પણ કરી છે. ફિલ્મને ફરહાદ સામજીએ ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં સલમાન સાથે પૂજા હેગડે, શેહનાઝ ગિલ, વેન્કટેશ, જગપતિ બાબુ, પલક તિવારી, રાઘવ જુયાલ, સિદ્ધાર્થ નિગમ અને જસ્સી ગિલ પણ જોવા મળશે. ફિલ્મના સેટ પરનો પોતાનો ફોટો સલમાને શૅર કર્યો છે. ફોટોમાં તેના વાળ અને દાઢી 
વધેલી છે અને તેણે પ્રિન્ટેડ જૅકેટ પહેર્યું છે. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને સલમાન ખાને કૅપ્શન આપી હતી, ‘શૂટ પૂરું થયું. ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ ૨૦૨૩ની ઈદ દરમ્યાન રિલીઝ થશે.’

bollywood news Salman Khan