સલમાન ખાનનો 'બીઈંગ હંગરી' ટ્રક ગલીઓમાં જઈને ભુખ્યાને પોહચાડે છે મદદ

08 May, 2020 06:12 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

સલમાન ખાનનો 'બીઈંગ હંગરી' ટ્રક ગલીઓમાં જઈને ભુખ્યાને પોહચાડે છે મદદ

ફાઈલ તસવીર

અત્યારે લૉકડાઉનમાં ભાઈજાન સલામના ખાન તેમના પનવેલ સ્થિત ફાર્મહાઉસમાં ફસાયેલા છે. છતાં તે સમાજ પ્રત્યે પોતાની ફરજ ચુકવવાનું ભુલતા નથી. લૉકડાઉનની શરૂઆતથી જ તે લોકોને મદદ કરી રહ્યાં છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ડેઈલી વર્કરોને મદદ કરવાનું બીડુ પણ તેમણે ઝડપયું છે. બીજા કલાકારોને પણ તેમને મદદ કરવા માટે પ્રેરિત કર્યા છે. થોડાક સમય પહેલા જ એક વિડિયો સોશ્યલ મિડિયા પર વાયરલ થયો હતો. જેમા સલમાન ખાન તેના પરિવાર સાથે મળીને બળદગાડમાં રાશન ભરી રહ્યાં હતા. હવે વધુ એકવાર સલમાન ખાન મદદ માટે આગળ અવ્યા છે અને તે પણ નવી રીત સાથે.

અભિનેતાએ અનાજ વિતરણ કરવાનું શરૂ કર્યું છે. 'બીઈંગ હંગરી' લખેલા બે ફુડ ટ્રક પશ્ચિમ પરામાં ફરીને સ્લમ વિસ્તારમાં અને જરૂરિયાતમંદોને રાશન પહોચાડે છે. મળતી માહિતિ પ્રમાણે, આ ફુડ ટ્રક્સ સલમાન ખાનની બિન સરકારી સંસ્થા 'બીઈંગ હ્યુમન'ની પહેલ છે. આ ટ્રક ફિલ્મ 'રાધે'ના સેટ પર ક્રૂને ભોજન આપવા માટે રાખવામાં આવ્યા હતા. પરંતુ કોરોના વાયરસ અને લૉકડાઉનને કારણે માર્ચ મહિનાના મધ્યમાં શૂટિંગ બંધ થઈ જવાથી તેનો ઉપયોગ થતો નહોતો. ત્યારે સલમાનને યાદ આવ્યું કે કોઈ સારા કામ માટે તેનો ઉપયોગ કરી શકાય. તે માટે સલમાને યુવા સેનાના લીડર રાહુલ એન કનલનો સંપર્ક કરીને આઈડિયાને અમલમાં મુકવાનું શરૂ કર્યું હતું.

છેલ્લા બે અઠવાડિયાથી આ ટ્રક અંધેરી, બાંદ્રા અને સાંતાક્રુઝ સહિત પશ્ચિમ પરાંમાં ગરીબોને મદદ પહોચાડે છે. દરરોજ લગભગ 1,000 પરિવારોને આ ટ્રક દ્વારા કીટ પહોચાડવામાં આવે છે. દરેક કીટમાં ત્રણ કીલો ચોખાનો લોટ, ત્રણ કીલો ઘઉંનો લોટ, બે કીલો દાળ, એક લીટર તેલ, મસાલ અને મીઠું છે. સુત્રોનું કહેવું છે કે, રાશનનું વિતરણ કરતી સમયે સાવચેતીના બધા જ પગલાનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.

coronavirus covid19 entertainment news bollywood bollywood news bollywood gossips Salman Khan