Bharat બાદ સલમાન ખાન-કેટરીના કૈફ આ ફિલ્મમાં કરશે રોમાન્સ

11 June, 2019 02:23 PM IST  |  મુંબઈ

Bharat બાદ સલમાન ખાન-કેટરીના કૈફ આ ફિલ્મમાં કરશે રોમાન્સ

તાજેતરમાં જ રિલીઝ થયેલી સલમાન ખાન અને કેટરીના કૈફની ફિલ્મ ભારત સુપરહિટ સાબિત થઈ છે. પહેલા વીકમાં ફિલ્મ 150 કરોડની કમાણી કરી ચૂકી છે. ત્યારે હવે સલમાન ખાન અને કેટરીના કૈફની આ સુપરહિટ જોડી વધુ એક ફિલ્મમાં સાથે દેખાઈ શકે છે. સલમાન ખાન અને કેટરીના કૈફ વધુ એક ફિલ્મમાં રોમાન્સ કરતા જોવા મળશે. રસપ્રદ વાત એ પણ છે કે આ ફિલ્મને ભારતના ડિરેક્ટર અલી અબ્બાસ ઝફર જ ડિરેક્ટ કરી રહ્યા છે.

2020માં શરૂ થશે શૂટિંગ

મીડિયા રિપોર્ટ પ્રમાણે ભારત બાદ હવે સલમાન ખાન, કેટરીના કૈફ અને ડિરેક્ટર અલી અબ્બાસ ઝફરની ત્રિપુટી વધુ એક ફિલ્મમાં સાથે દેખાશે. અલી અબ્બાસ ઝફરે ફિલ્મને લઈ પ્લાન તૈયાર કરી લીધો છે. આ ફિલ્મ જાન્યુઆરી 2020 સુધીમાં ફ્લોર પર જાય તેવી શક્યતા છે.

ત્રિપુટીની ત્રીજી ફિલ્મ

સલમાન ખાન, કેટરીના કૈફ અને અલી અબ્બાસ ઝફરની સાથે આ ત્રીજી ફિલ્મ હશે. આ પહેલા આ ત્રણેય કલાકરો ટાઈગર ઝિંદા હૈ, ભારતમાં સાથે કામ કરી ચૂક્યા છે. હવે ટાઈગર સિરીઝની ત્રીજી ફિલ્મમાં આ ત્રણેય કલાકારો સાથે કામ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે 2012માં આવેલી એક થા ટાઈગરે 186 કરોડનો બિઝનેસ કર્યો હતો. અને 2017માં આવેલી ટાઈગ ઝિંદા હૈએ રેકોર્ડ 339 કરોડની કમાણી કરી હતી.

હિટ છે સલમાન-કેટરીનાની જોડી

કેટરીના કૈફ અને સલમાન ખાન જે ફિલ્મોમાં સાથે કામ કરે છે, તે ફિલ્મો દર્શકોને ખૂબ જ ગમે છે. એટલે જ ટાઈગર 3માં સલમાન અને કેટરીનાની જોડી બનવાની શક્યતા વધુ છે. દર્શકો પણ આ ફિલ્મને લઈ ખૂબ જ ઉત્સાહિત છે.

આ પણ વાંચોઃ Bharat Box Office Collection:સલમાન ખાનની ફિલ્મની કમાણી 150 કરોડની પાર

ભારતમાં સલમાન ખાન ઉપરાંત કેટરીના કૈફનો રોલ ખૂબ જ વખણાયો છે. ફિલ્મ પહેલા જ વીકમાં 150 કરોડ રૂપિાયનું કલેક્શન કરી ચૂકી છે.

Bharat Salman Khan katrina kaif