12 September, 2025 09:11 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સલમાન અને કૅટરિના `એક થા ટાઇગર`માં
છેલ્લા થોડા સમયથી જૂની ફિલ્મોને થિયેટરમાં રીરિલીઝ કરવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. હવે સલમાન ખાન અને કૅટરિના કૈફને લીડ રોલમાં ચમકાવતી ૨૦૧૨ની તેમની હિટ ફિલ્મ ‘એક થા ટાઇગર’ને પણ રીરિલીઝ કરવાનું પ્લાનિંગ ચાલી રહ્યું છે. જોકે હજી આને માટે તારીખ કન્ફર્મ કરવામાં નથી આવી.
સલમાન અને કૅટરિનાની જોડી સુપરહિટ ગણાતી હતી. બન્ને છેલ્લે ૨૦૨૩માં રિલીઝ થયેલી ‘ટાઇગર 3’માં સાથે જોવા મળ્યાં હતાં.