ઍશની વૅનની ફરતે સલ્લુએ સાઇકલ લઈને આંટા માર્યા

16 December, 2012 03:38 AM IST  | 

ઍશની વૅનની ફરતે સલ્લુએ સાઇકલ લઈને આંટા માર્યા

થોડા દિવસ પહેલાં તે બાંદરાના મેહબૂબ સ્ટુડિયોમાં સાઇકલ ચલાવતો જોવા મળેલો. સલમાને ‘દબંગ ૨’ માટે મિડિયાને ઇન્વાઇટ કર્યું હતું. એ જ દિવસે સલમાનને થોડો ફાજલ સમય મળી જતાં સ્ટુડિયોમાં અંદર જ સાઇકલ ચલાવવાનું શરૂ કરી દીધું હતું. નસીબજોગે ઐશ્વર્યા પણ એ દિવસે મેહબૂબ સ્ટુડિયોમાં એક ઍડના શૂટિંગ માટે આવી હતી. સલમાને ઍશની વૅનિટી વૅન ફરતે સાઇકલ લઈને ભ્રમણ કર્યું હતું. જો એ સમયે ઍશ બહાર નીકળી હોત તો બન્ને આમનેસામને આવી જાત, પણ એવું ન થયું. સલમાન સ્ટુડિયોમાંથી કામ પતાવીને નીકળી ગયો એના ઘણા સમય પછી ઍશ બહાર નીકળી હતી.

ઍશ અને સલ્લુ આ રીતે વારંવાર આમનેસામને આવતાં બચી ગયાં છે. બે અઠવાડિયાં પહેલાં પણ તેઓ મેહબૂબ સ્ટુડિયોમાં એક જ દિવસે અને એક જ સમયે કામ કરતાં જોવા મળ્યાં હતાં, પણ એ વખતેય તેમનો ભેટો નહોતો થયો. દરેક વખતે એક જ સવાલ જાગે છે કે જો બન્ને આમનેસામને આવી જાય તો શું થાય?