મુંબઈ પોલીસને એક લાખ સૅનિટાઇઝર્સ આપ્યા સલમાન

31 May, 2020 10:30 PM IST  |  Mumbai Desk | Agencies

મુંબઈ પોલીસને એક લાખ સૅનિટાઇઝર્સ આપ્યા સલમાન

સલમાન ખાન

સલમાન ખાને ફરી એક વખત દરિયાદિલીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતાં મુંબઈ પોલીસને એક લાખ હેન્ડ સૅનિટાઇઝર્સ ડોનેટ કર્યા છે. સલમાને લૉકડાઉન લાગુ થતાં જ અનેક જરૂરિયાતમંદ લોકોની મુક્તમને મદદ કરી છે સાથે જ ૩૨,૦૦૦ ડેઇલી વેજ વર્કર્સને અને વર્ટિકલી ચૅલેન્જ વેજ વર્કર્સને પણ નાણાકીય મદદ કરી હતી. અનેક લોકોને તેણે રૅશનની કિટ્સ પણ પૂરી પાડી છે. કોરોનાના કેર વચ્ચે અડીખમ લોકોની સેવામાં તત્પર રહેતા મુંબઈ પોલીસના કર્મચારીઓની સલામતી માટે સલમાને પોતાની નવી બ્રૅન્ડ FRSHના એક લાખ સૅનિટાઇઝર્સ ડોનેટ કર્યા છે. સલમાનની પ્રશંસા કરતાં ટ્વિટર પર યુવા સેનાના સદસ્ય રાહુલ કનલે ટ્વીટ કર્યું હતું કે ‘ફ્રન્ટલાઇન વર્કર્સની મદદ માટે હાથ આગળ વધારવા માટે થૅન્ક યુ સલમાન ખાન ભાઈ. પોલીસ ડિપાર્ટમેન્ટના ફ્રન્ટલાઇન વૉરિયર્સ માટે FRSHના સૅનિટાઇઝર્સ વિતરીત કરવામાં આવ્યા છે.’

Salman Khan mumbai police mumbai news mumbai bollywood bollywood news bollywood gossips