20 February, 2026 06:14 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સલીમ ખાન હજી પણ ICUમાં, ખબર પૂછવા ગર્લફ્રેન્ડ ગૌરી સાથે પહોંચ્યો આમિર ખાન
જાણીતા સ્ક્રિપ્ટરાઇટર સલીમ ખાનને મંગળવારે માઇનર બ્રેઇન હૅમરેજ બાદ લીલાવતી હૉસ્પિટલમાં ઇન્ટેન્સિવ કૅર યુનિટ (ICU)માં દાખલ કરવામાં આવ્યા છે. હાલમાં તેઓ ICUમાં વેન્ટિલેટર-સપોર્ટ પર છે. ડૉક્ટરોના કહેવા મુજબ તેમની સ્થિતિ ક્રિટિકલ નથી, પરંતુ ઉંમર આશરે ૯૦ વર્ષ હોવાથી વધારાની સાવચેતી તરીકે વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે અને તમામ રિપોર્ટ્સ નૉર્મલ થયા બાદ જ તેમના ડિસ્ચાર્જ વિશે નિર્ણય લેવામાં આવશે. આ દરમ્યાન ફિલ્મ-ઇન્ડસ્ટ્રીની અનેક સેલિબ્રિટીઓ સતત હૉસ્પિટલ પહોંચીને તેમની ખબર લઈ રહી છે. પરિવારજનો ઉપરાંત આમિર ખાન પણ તેની ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રૅટ સાથે સલીમ ખાનની તબિયત પૂછવા હૉસ્પિટલ પહોંચ્યો હતો.