સાજિદ ખાનની નવી પ્રમોશન-સ્ટાઇલ

20 August, 2012 05:48 AM IST  | 

સાજિદ ખાનની નવી પ્રમોશન-સ્ટાઇલ

હવે દરેક ફિલ્મમેકર પોતાની ફિલ્મના પ્રમોશન માટે અલગ-અલગ માર્કેટિંગ અને પ્રમોશન-સ્ટાઇલ અપનાવતા થઈ ગયા છે. આ પરિસ્થિતિમાં ફિલ્મમેકર સાજિદ ખાને અજય દેવગનને ચમકાવતી પોતાની આગામી ફિલ્મ ‘હિમ્મતવાલા’ની રીમેકના પ્રમોશન માટે આ ફિલ્મનું મુરત યુટ્યુબ નામની લોકપ્રિય વિડિયો-શૅરિંગ વેબસાઇટ પર દેખાડવાનું આયોજન કર્યું છે. આ ફિલ્મનું મુરત બાવીસ ઑગસ્ટે હૈદરાબાદના રામોજી ફિલ્મ સિટીમાં કરવામાં આવશે જેને યુટ્યુબ પર લાઇવ દેખાડવામાં આવશે.

પોતાની આ પ્રમોશન-સ્ટ્રૅટેજી વિશે વાત કરતાં સાજિદ કહે છે, ‘મને મારી ફિલ્મના દરેક પાસામાં મારા દર્શકો સંકળાય એ ગમે છે અને આ કારણે જ મેં તેઓ મુરતની પણ મજા માણી શકે એ માટે આ પહેલાં ક્યારેય કોઈએ અમલમાં ન મૂક્યો હોય એવો આઇડિયા કર્યો છે. આ દિવસે કોઈ પણ વ્યક્તિ બપોરે એક વાગ્યે યુટ્યુબ પર લૉગ-ઇન કરશે તો આ ફિલ્મનું મુરત લાઇવ જોઈ શકશે. આ મુરત શૉટ અજય દેવગન અને ઝરીના વહાબ પર ફિલ્માવવામાં આવશે અને હું શો હોસ્ટ કરીશ.’