અનુરાગ કશ્યપની ફિલ્મમાં દેખાશે સૈયામી ખેર અને ગુલશન દેવૈયા

08 September, 2022 03:02 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ફિલ્મનું શૂટિંગ હાલ હૈદરાબાદમાં ચાલી રહ્યું છે

સૈયામી ખેર અને ગુલશન દેવૈયા

સૈયામી ખેર અને ગુલશન દેવૈયા હવે અનુરાગ કશ્યપની ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મનું નામ હજી સુધી નક્કી કરવામાં નથી આવ્યું. સૈયામી તેની ફિલ્મોની પસંદગી માટે જાણીતી છે. તે ખૂબ જ સમજી-વિચારીને તેના પ્રોજેક્ટ પસંદ કરે છે અને હવે તે અનુરાગ સાથે કામ કરી રહી છે. અનુરાગની છેલ્લી ફિલ્મ ‘દો બારા’ બૉક્સ-ઑફિસ પર ખૂબ જ ખરાબ રીતે પટકાઈ ગઈ હતી. આમ છતાં સૈયામીએ તેની સાથેની ફિલ્મ સાઇન કરી છે. આ ફિલ્મનું શૂટિંગ હાલ હૈદરાબાદમાં ચાલી રહ્યું છે. સૈયામીએ અગાઉ ઍમેઝૉન પ્રાઇમ વિડિયોની ઍન્થોલૉજી ‘અનપૉઝ્ડ સીઝન વન’ની એક સ્ટોરીમાં ગુલશન સાથે કામ કર્યું હતું. આ વિશે સૈયામીએ કહ્યું કે ‘આ એક ઇન્ટરેસ્ટિંગ પ્રોજેક્ટ છે જેને લોકો લાંબા સમય સુધી યાદ રાખશે. ગુલશન ખૂબ જ અદ્ભુત, ક્રીએટિવ અને વર્સેટાઇલ ઍક્ટર છે. અમે અનપૉઝ્ડની પહેલી સીઝનમાં સાથે કામ કર્યું હતું. તેની સાથે કામ કરવામાં મને કમ્ફર્ટ લાગે છે. હું આ પ્રોજેક્ટ વિશે વધુ જણાવી શકું એમ નથી, પરંતુ એના માટે રાહ જોવી સારું રહેશે.’

bollywood news bollywood entertainment news upcoming movie anurag kashyap saiyami kher gulshan devaiah