હિરોઇન બનતાં પહેલાં શું કરતી હતી સૈયારા ગર્લ?

05 August, 2025 06:59 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અનીત પડ્ડાનો લિન્ક્ડઇન પ્રોફાઇલ સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો

અનીત પડ્ડા

ફિલ્મ ‘સૈયારા’ દ્વારા અહાન પાંડે અને અનીત પડ્ડાએ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કર્યું છે. અહાન વિશે દર્શકો જાણે છે કે તે ફિલ્મી પરિવારમાંથી આવે છે, પરંતુ અનીત પડ્ડા એકદમ નવો ચહેરો છે. અનીત હિરોઇન બનતાં પહેલાં શું કરતી હતી એનો ખુલાસો તેની પ્રોફેશનલ નેટવર્કિંગ વેબસાઇટ લિન્ક્ડઇનના પ્રોફાઇલથી થયો છે, જે અચાનક ઇન્ટરનેટ પર વાઇરલ થયો છે.‍

અનીતના ફૅન્સે તેનું લિન્ક્ડઇન અકાઉન્ટ શોધી કાઢ્યું છે. ઇન્ટરનેટ પર વાઇરલ થઈ રહેલો અનીતનો આ પ્રોફાઇલ તેના દિલ્હી યુનિવર્સિટીના જીઝસ ઍન્ડ મૅરી કૉલેજમાં અભ્યાસ દરમ્યાન બનાવવામાં આવ્યો હતો. પ્રોફાઇલ મુજબ, અનીત પડ્ડા પૉલિટિકલ સાયન્સની વિદ્યાર્થિની રહી છે. જોકે છેલ્લા ઘણા સમયથી આ પ્રોફાઇલ અપડેટ કરવામાં નથી આવ્યો.

લિન્ક્ડઇન પ્રોફાઇલ મુજબ અનીતે પૉલિટિકલ સાયન્સમાં BA પૂરું કર્યું છે. એ ઉપરાંત તેણે એક ઍરલાઇન્સમાં ઇન્ટર્નશિપ પણ કરી છે. સાથે જ એ પણ ઉલ્લેખ છે કે તે ગાયિકા, ગીતકાર અને અભિનેત્રી છે. તેણે પોતાના પ્રોફાઇલમાં જણાવ્યું છે કે તે પૉલિટિકલ સાયન્સને બહુ મહત્ત્વ આપે છે અને તેને અભિનયમાં પણ રસ છે.

aneet padda bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news