સૈફ-કરીનાના લગ્નમાં કેમ આવી પોલીસ?

16 October, 2012 06:53 AM IST  | 

સૈફ-કરીનાના લગ્નમાં કેમ આવી પોલીસ?

સૈફના પાડોશીઓએ લગ્નની સંગીત સેરેમની દરમિયાન અવાજને લઈને ઉભી થયેલી અડચણને લઈને પોલીસ બોલાવી લીધી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. 


બાંદ્રા ખાતે સતગુરૂ એપાર્ટમેન્ટમાં નવા ઘર પર સૈફ અલી ખાનના લગ્નની સંગીત સેરેમની ગઈ કાલે રાત્રે ધૂમધામપૂર્વક મનાવાઈ રહી હતી. સેરેમની દરમિયાન ઉંચા અવાજે વાગી રહેલા મ્યૂઝિકને લઈને પાડોશીઓની ઉંઘ હરામ થઈ ગઈ હતી. અંતે પાડોશીઓએ આ બાબતની જાણ પોલીસને કરી હતી. પોલીસ તુરંત જ સૈફના ઘર પર આવી પહોંચી હતી અને મ્યુઝિક બંધ કરાવી દીધું હતું. આ ઘટનાથી સંગીત સેરેમનીમાં પધારેલા સૈફના મહેમાનોના રંગમાં ભંગ પડ્યો હતો.

જોકે પોલીસના ગયા બાદ ફરીથી સૈફના ઘર પર મ્યુઝિક શરૂ થઈ ગયું હતું પરંતુ તે ખુબ નીચા અવાજે વાગી રહ્યું હતું.