સેક્રેડ ગેમ્સ ૨નું શૂટિંગ બે દેશમાં શરૂ થયું

28 December, 2018 05:44 PM IST  |  Mumbai | Mohar Basu

સેક્રેડ ગેમ્સ ૨નું શૂટિંગ બે દેશમાં શરૂ થયું

સૈફ અલી ખાન અને નવાઝુદ્દીન સિદ્દીકી તેમની વેબ-સિરીઝ ‘સેક્રેડ ગેમ્સ ૨’નું શૂટિંગ જુદા-જુદા દેશમાં કરી રહ્યા છે. સૈફે તેનું શૂટિંગ બાંદરામાં શરૂ કરી દીધું છે ત્યારે નવાઝુદ્દીન કેન્યાની રાજધાની નાઇરોબીમાં કરી રહ્યો છે. આ શોમાં વિક્રમાદિત્ય પ્રોડ્યુસર તરીકે જ રહેશે. ગણેશ ગાયતોંડેનું પાત્ર કેન્યામાં અનુરાગ કશ્યપ ડિરેક્ટ કરશે અને નીરજ ઘાયવાન સૈફના પાત્ર સરતાજ સિંહને ડિરેક્ટ કરી રહ્યો છે. આ શોની થીમ પહેલી સીઝન જેવી જ રહેશે. ગણેશ ગાયતોંડેના પાત્રની સ્ટોરી કેન્યા સાથે કનેક્ટ થતી હોવાથી એનું શૂટિંગ ત્યાં થઈ રહ્યું છે. પહેલી સીઝનના એન્ડમાં નવાઝુદ્દીનને જેલમાંથી ભાગતો દેખાડવામાં આવ્યો હતો.

બીજી સીઝનમાં તે કેન્યામાં જાય છે. તે કેન્યાના રેફ્યુજી સાથે મળીને ખૂબ જ પાવરમાં આવે છે અને ત્યાંનો ક્રાઇમ લૉર્ડ બને છે. તેઓ ૫૦ દિવસ સુધી કેન્યામાં શૂટિંગ કરશે. તેઓ નાઇરોબીમાં મુંબઈનો સેટ પણ ઊભો કરશે અને ત્યાં નવાઝુદ્દીનના કેટલાક મહkવના પાર્ટનું શૂટિંગ કરશે. સૈફ મુંબઈમાં આ મહિનાના અંત સુધી શૂટિંગ કરતો જોવા મળશે.

saif ali khan nawazuddin siddiqui netflix