સૈફ અલી ખાનને મુંબઈ કરતા વધારે સેફ લાગે છે આ શહેર…! ત્યાં જ નવાબે ખરીદ્યું આલીશાન ઘર

23 April, 2025 06:55 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Saif Ali Khan Qatar Property: અભિનેતાએ ચાકુ હુમલાના ત્રણ મહિના બાદ કતારમાં લીધું નવું ઘર, પટૌડી નવાબ ત્યાં પોતાને સુરક્ષિત સમજે છે

સૈફ અલી ખાનની ફાઇલ તસવીર

બૉલિવૂડ (Bollywood) એક્ટર અને પટૌડીનો નવાબ (Nawab of Pataudi) સૈફ અલી ખાન (Saif Ali Khan) થોડા સમય પહેલા તેના પર થયેલા હુમલાને લઈને સમાચારમાં હતો. જાન્યુઆરીમાં, અભિનેતા પર બાંદ્રા (Bandra) સ્થિત તેના ઘરમાં ઘુસીને છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. અભિનેતાને ઘણા દિવસો સુધી લીલાવતી હૉસ્પિટલ (Lilavati Hospital)માં દાખલ કરવામાં આવ્યો હતો અને તેની સર્જરી પણ કરવામાં આવી હતી. આ મામલામાં એક આરોપીની પણ ધરપકડ કરવામાં આવી હતી.

સૈફ અલી ખાનના ઘરમાં ઘૂસીને તેના પર હુમલો કરવાથી (Knife Attack on Saif Ali Khan) સુરક્ષા અંગે મોટો પ્રશ્ન ઊભો થાય છે, ખાસ કરીને મુંબઈ (Mumbai) જેવા શહેરમાં જેને લોકો સુરક્ષિત માને છે. આ ઘટના પછી સેલિબ્રિટીઓ પણ ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા. જોકે હવે હુમલાના ત્રણ મહિના પછી, સૈફ અલી ખાને બીજા દેશમાં એક ઘર ખરીદ્યું (Saif Ali Khan Qatar Property) છે જેને તેણે સુરક્ષિત ગણાવ્યું છે.

અભિનેતા સૈફ અલી ખાને કતાર (Qatar)માં એક વૈભવી ઘર ખરીદ્યું છે જેને તેમણે પોતાનું બીજું ઘર ગણાવ્યું છે. સૈફે કતારના દોહા (Doha)માં સેન્ટ રેજીસ માર્સા અરેબિયા આઇલેન્ડ ધ પર્લ (St. Regis Marsa Arabia Island, The Pearl) ખાતે એક વૈભવી મિલકત ખરીદી છે.

આ ઘર વિશે એક ઇવેન્ટમાં વાત કરતા સૈફે કહ્યું હતું કે, ‘હોલિડે હોમ અથવા સેકન્ડ હોમ વિશે વિચારો. હું કેટલીક બાબતો વિશે વિચારું છું તેમાંથી, એક એ છે કે તે ખૂબ દૂર ન હોવું જોઈએ અને તે સરળતાથી પહોંચી શકાય તેટલું જ દુર હોવું જોઈએ.’

અભિનેતાએ વધુમાં ઉમેર્યું, ‘અને પછી બીજી સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે તે ખૂબ જ સલામત છે અને ત્યાં રહેવાનું ખૂબ જ સારું લાગે છે. એક ટાપુની અંદર એક ટાપુનો ખ્યાલ પણ ખૂબ જ અદ્ભુત અને સુંદર છે. તે રહેવા માટે ખરેખર સુંદર સ્થળ છે. જ્યારે તમે ત્યાં હોવ ત્યારે તમને જે અનુભૂતિ થાય છે તે સૌથી મહત્વપૂર્ણ બાબત છે. દૃશ્ય, ખોરાક, જીવનશૈલી અને રહેવાની ગતિ એ કેટલીક બાબતો છે જેણે મને આ નિર્ણય લેવા માટે પ્રેરિત કર્યો.’

આગળ, સૈફ અલી ખાને ફક્ત દોહામાં જ મિલકત કેમ ખરીદી? આ વિશે વાત કરતાં તેણે કહ્યું કે, ‘હું ત્યાં કોઈ કામ માટે ગયો હતો અને હું કોઈ વસ્તુનું શૂટિંગ કરી રહ્યો હતો. મેં મિલકત જોઈ અને મને તે ગમ્યું. અહીં પ્રાઇવસીની સાથે વૈભવી લાગણી હતી જે મને ગમી. મને ફુડ, મેનુ અને અન્ય વસ્તુઓ પણ ગમી. એકંદરે મારો મતલબ છે કે તે ઘરથી દૂર ઘર જેવું લાગ્યું, તેથી તે ખૂબ જ સરળ હતું. રસપ્રદ વાત એ છે કે અહીં શાંતિ છે જે તમે શોધી રહ્યા છો.’

તમને જણાવી દઈએ કે, આ ઉપરાંત સૈફ અલી ખાન પાસે બીજી ઘણી મિલકતો પણ છે. પૂર્વજોના પટૌડી પેલેસ (Pataudi Palace) ઉપરાંત, બાંદ્રામાં એક વૈભવી એપાર્ટમેન્ટ છે. હાલમાં, સૈફ તેની પત્ની કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan), બાળકો તૈમૂર (Taimur), જેહ (Jeh) અને સમગ્ર પરિવાર સાથે બાંદ્રા સ્થિત તેના એપાર્ટમેન્ટમાં રહે છે. અભિનેતા સૈફ અલી ખાન લંડન (London) અને ગસ્ટાડ (Gstaad)માં પણ મિલકતો ધરાવે છે.

saif ali khan qatar doha property tax bandra mumbai entertainment news bollywood bollywood news bollywood gossips