જવાની જાનેમનનો સૈફ અલી ખાનઃ એક એવો પાર્ટી બૉય જેને મોટા નથી થવું

29 January, 2020 11:42 AM IST  |  Mumbai | Mohar Basu

જવાની જાનેમનનો સૈફ અલી ખાનઃ એક એવો પાર્ટી બૉય જેને મોટા નથી થવું

સૈફ અલી ખાન - તસવીર સૌજન્ય પીટીઆઈ

સૈફ અલી ખાને ઘણા યાદગાર પાત્રો કર્યા છે. જેમ કે ‘ઓમકારા’નો લંગડા ત્યાગી, ‘એક હસીનાથી’નો કરણ સિંઘ રાઠોડ કે પછી તાજેતરમાં ‘તાન્હાજી’ ફિલ્મમાં પણ દમદાર પાત્રમાં દેખાયેલો ઉદયભાણ સિંઘ રાઠોડ વગેરે પાત્રોએ સૈફ અલીના અભિનયની જૂદી જ ધાર કાઢી છે. પરંતુ દર્શકોને ‘હમ તુમ’, ‘સલામ નમસ્તે’ અને ‘દિલ ચાહતા હૈ’ ફિલ્મોનાં તેના પાત્રો વ્હાલા લાગ્યા છે. કમિટમેન્ટ ફોબિક યુવાનનાં પાત્રમાં સૈફ અલી ખાન હંમેશા બહુ પરફેક્ટલી ફિટ થયો છે. શુક્રવારે રિલિઝ થનારી તેની ફિલ્મ ‘જવાની જાનેમન’માં ફરી એકવાર સૈફ અલી આવા જ કમિટમેન્ટ ફોબિક 40 પ્લસ પુરૂષ જે આમ તો  મેચ્યોર છે પણ દિલથી યંગ છે એવા પાત્રમાં દેખાશે.

સૈફ અલી ખાને છેલ્લા કેટલાક વર્ષોમાં રોલ પસંદ કરવાને મામલે ઘણી બોલ્ડ ચોઇસિઝ કરી છે. મુખ્ય પ્રવાહનાં એક્ટર્સમાંથી OTT પ્લેટફોર્મના માધ્યમમાં ઝંપલાવનારો તે પહેલો એક્ટર છે. તેની આવનારી ફિલ્મના પાત્ર અંગે તેને સવાલ કરાય છે ત્યારે તે કહે છે, ‘મેં પહેલા જેવા પાત્રો કર્યા છે તેનું આ જરા ‘ઓલ્ડર’ (મેચ્યોર) વર્ઝન છે. આવા પાત્ર સાથે હું ફેમિલિયર ચોક્કસ છું પણ છતાં ય આ ફિલ્મ પહેલાં આવેલી બધી જ ફિલ્મો જેવી જ છે એવું કહેવું યોગ્ય નથી. દિગ્દર્શક નિતીન કક્કરે ફિલ્મને રસપ્રદ ટ્રીટમેન્ટ પણ આવી છે. તેમાં કૉમેડી, ડ્રામા તો છે જ પણ અને મારું પાત્ર મેચ્યોર થવાને મામલે કેવો સંઘર્ષ કરે છે તે દર્શાવાયું છે.’ સાંભળવામાં હલકી-ફૂલ્કી કૉમેડી જેવી આ ફિલ્મમાં દિગ્દર્શકે પાત્રમાં ઉંડાણ લાવવાનો સફળ પ્રયાસ કર્યો છે તેમ સૈફનું કહેવું છે.

સૈફ અલીખાન એ વાતે પણ સંમત થાય છે કે એ પોતે કમિમેન્ટ આપવાને મામલે કચવાતા યુવકની ઓળખાણનો પોસ્ટર બોય બની ગયો હતો અને તેણે ભાગ્યે જ બીજા પ્રકારની ફિલ્મો કરવાની તસ્દી લીધી. જો કે તબુ અને અલાયા એફ સાથેની તેની આ ફિલ્મ ‘જવાની જાનેમન’ બહુ સાહજિક નિર્ણય છે.

તે કહે છે, “મારે એવું પાત્ર નહોતું કરવું જેને ગુંચવાયેલું હોય કે હવે જીવનમાં આગળ શું કરવું, એવા પાત્રો મેં મારી વીસી અન ત્રીસીમાં પણ કર્યા છે. આ ફિલ્મનો નાયક કેટલો લફરાળો છે તેની વાર્તા નથી બલ્કે તેની દીકરી સાથેના તેના સમીકરણોની કહાની છે. એક એવો પાર્ટી બોય જેને મોટા થવું જ નથી અને એવી જ જિંદગી તેને માફક આવી ગઇ છે. નિતીને એવું પાત્ર ઘડ્યું છે જે પ્લેબોય ચોક્કસ છે પણ તેનામાં સહાનુભૂતિ પણ છે અને તેને જવાબદારી સ્વીકારવાની આવે ત્યારે તે એ પણ કરે છે.  ફિલ્મનો કેન્દ્રિય વિચાર કે કમિટમેન્ટને મામલે જે બાબત તમને સૌથી વધે ગભરાવે તેવી હોય છે તે જ તમારી જિંદગીને ભરપુર બનાવે છે તને દિગ્દર્શકે આબાદ કંડાર્યો છે.”

 

 

 

saif ali khan bollywood news entertaintment