ફરી રિલીઝ થઈ રહી છે કૉકટેલ

31 May, 2025 07:22 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ પોસ્ટર પર લખ્યું હતું, ‘વેરોનિકા, ગૌતમ, મીરા - તેમની મિત્રતા, તેમનો પ્રેમ, તેમની વાર્તા... ફરીથી મોટા પડદે!’

રોમૅન્ટિક-કોમૅડી ફિલ્મ ‘કૉકટેલ’

સૈફ અલી ખાનની રોમૅન્ટિક-કોમૅડી ફિલ્મ ‘કૉકટેલ’ ફરીથી થિયેટરોમાં પાછી આવી રહી છે. ૨૦૧૨માં રિલીઝ થયેલી ‘કૉકટેલ’નું દિગ્દર્શન હોમી અડાજણિયાએ કર્યું હતું અને એમાં સૈફ અલી ખાન, દીપિકા પાદુકોણ અને ડાયના પેન્ટી મુખ્ય ભૂમિકામાં હતાં. ફિલ્મમાં બમન ઈરાની, ડિમ્પલ કાપડિયા અને રણદીપ હૂડાના પણ મહત્ત્વના રોલ હતા. પ્રીતમ દ્વારા સંગીતબદ્ધ કરાયેલાં એનાં ગીતો પણ લોકપ્રિય બન્યાં હતાં.  હવે ‘કૉકટેલ’ આજે થિયેટરોમાં ફરીથી રિલીઝ થશે. PVR સિનેમાઝે તેમના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર ફિલ્મની રીરિલીઝની જાહેરાત કરી જેમાં સૈફ અલી ખાન, દીપિકા પાદુકોણ અને ડાયના પેન્ટીને દર્શાવતું પોસ્ટર શૅર કરવામાં આવ્યું છે. આ પોસ્ટર પર લખ્યું હતું, ‘વેરોનિકા, ગૌતમ, મીરા - તેમની મિત્રતા, તેમનો પ્રેમ, તેમની વાર્તા... ફરીથી મોટા પડદે!’

saif ali khan upcoming movie bollywood buzz bollywood news bollywood entertainment news deepika padukone