03 May, 2026 10:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
એક દિન રિલીઝ થતાં જ આમિર ખાન ફિલ્મની ટીમ સાથે પહોંચ્યો થિયેટરમાં
આમિર ખાન પ્રોડક્શન્સની રોમૅન્ટિક ફિલ્મ ‘એક દિન’ પહેલી મેએ થિયેટરમાં રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મમાં સાઈ પલ્લવી અને આમિર ખાનના પુત્ર જુનૈદ ખાનની જોડી જોવા મળી રહી છે. આ ફિલ્મ રિલીઝ થતાં જ આમિર ખાન પોતાના પુત્ર જુનૈદ, ડિરેક્ટર અને ફિલ્મની ટીમ સાથે સ્ક્રીનિંગ બાદ થિયેટરમાં પહોંચ્યો હતો અને આ ક્ષણને ફૅન્સ માટે ખાસ બનાવી દીધી હતી. આમિર અને જુનૈદે થિયેટરમાં દર્શકો સાથે વાતચીત કરી અને આ દિવસને યાદગાર બનાવી દીધો હતો.