કમીનેની સીક્વલમાં પણ શાહિદ કો-પ્રોડ્યુસર

27 October, 2014 05:22 AM IST  | 

કમીનેની સીક્વલમાં પણ શાહિદ કો-પ્રોડ્યુસર

રશ્મિન શાહ

‘હૈદર’માં ૩૩ ટકાની પાર્ટનરશિપ કરીને ફિલ્મમાં પહેલી વખત કો-પ્રોડ્યુસર બનેલા શાહિદ કપૂરે ૨૦૧૦માં રિલીઝ થયેલી ‘કમીને’ની સીક્વલમાં પણ આ વખતે ઇક્વલ પાર્ટનરશિપની ડિમાન્ડ મૂકી છે જે માટે વિશાલ ભારદ્વાજ ઑલરેડી તૈયાર છે. SMS દ્વારા પૂછવામાં આવતાં શાહિદે આ વાતનો હકારાત્મક જવાબ આપ્યો હતો અને સ્પષ્ટતા પણ કરી હતી કે તે એવી જ ફિલ્મમાં કો-પ્રોડ્યુસર બનશે જે ફિલ્મની ક્રીએટિવ પ્રોસેસમાં તે સાથે રહ્યો હશે.

શાહિદ અત્યારે ફિલ્મ ‘શાનદાર’ના શૂટિંગમાં વ્યસ્ત છે. ‘શાનદાર’નું શૂટિંગ પૂરૂ થયા પછી ‘કમીને’ની સીક્વલનું શૂટિંગ શરૂ થશે. ૨૦૧૦માં રિલીઝ થયેલી ‘કમીને’માં શાહિદ કપૂર ડબલ રોલમાં હતો, પણ આ વખતે તે સિંગલ રોલમાં હશે. ‘કમીને’ની સીક્વલ ઉપરાંત શાહિદને અત્યારે પ્રભુ દેવાની એક ફિલ્મની પણ ઑફર છે. પ્રભુ દેવા સાથે આ અગાઉ શાહિદે ‘ર... રાજકુમાર’ કરી હતી, જે ફિલ્મથી તેની ફ્લૉપ ફિલ્મની ગાડી અટકી હતી.