એસ. એસ. રાજામૌલીના ડ્રીમ પ્રોજેક્ટ મહાભારત માટે નાની ફાઇનલ

30 April, 2025 06:59 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફિલ્મમેકર પહેલાં SSMB29નું શૂટિંગ પૂરું કરશે અને પછી ડ્રીમ પ્રોજેક્ટ મહાભારત પર ધ્યાન કેન્દ્રિત કરશે. એસ. એસ. રાજામૌલીની ‘RRR’એ ઑસ્કર જીતીને દેશનું માન વધાર્યું. હવે ફિલ્મમેકર મહેશ બાબુ અને પ્રિયંકા ચોપડા સાથેની પોતાની ફિલ્મ પર કામ કરી રહ્યાં છે.

એસ. એસ. રાજામૌલી

એસ. એસ. રાજામૌલીની ‘RRR’એ ઑસ્કર જીતીને દેશનું માન વધાર્યું હતું. હવે ફિલ્મમેકર મહેશ બાબુ અને પ્રિયંકા ચોપડા સાથેની પોતાની આગામી ફિલ્મ પર કામ કરી રહ્યા છે. આ પરિસ્થિતિમાં હાલમાં તેમણે હૈદરાબાદની એક ઇવેન્ટમાં પોતાના ડ્રીમ પ્રોજેક્ટ ‘મહાભારત’ વિશે એક મોટી અપડેટ આપી છે. હકીકતમાં રાજામૌલી હૈદરાબાદમાં ઍક્ટર નાની સાથે ફિલ્મ ‘હિટ 3’ની પ્રી-રિલીઝ ઇવેન્ટમાં સામેલ થયા હતા. આ દરમ્યાન તેમને ‘મહાભારત’ના કાસ્ટિંગ વિશે સવાલ કરવામાં આવ્યો હતો. આ સવાલ સાંભળીને રાજામૌલીએ હસીને કહ્યું કે આ ફિલ્મમાં હજી સુધી માત્ર નાનીનું કાસ્ટિંગ ફાઇનલ થયું છે. એ પછી તેમણે સ્પષ્ટતા કરી હતી કે તેઓ પહેલાં મહેશ બાબુવાળી ફિલ્મનું શૂટિંગ પૂરું કરશે અને પછી ડ્રીમ પ્રોજેક્ટ ‘મહાભારત’ પર ધ્યાન કેન્દ્રિત કરશે.

આ ઇવેન્ટ દરમ્યાન નાનીએ પણ સ્ટેજ પરથી રાજામૌલીનો આભાર માન્યો હતો અને કહ્યું કે તેઓ પોતાની ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત હોવા છતાં મારા મેસેજને માન આપીને અહીં આવ્યા એ મારા માટે સ્પેશ્યલ ઘટના છે. 

ss rajamouli s.s. rajamouli mahesh babu priyanka chopra upcoming movie bollywood buzz bollywood news bollywood entertainment news