07 August, 2025 07:02 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વાઈરલ તસવીર
સાઉથના સ્ટાર ધનુષના ૨૦૨૪ના એપ્રિલમાં પત્ની ઐશ્વર્યા રજનીકાન્ત સાથે ડિવૉર્સ થઈ ગયા હતા. જોકે થોડા સમય પહેલાં બન્ને તેમના મોટા પુત્ર યાત્રાની સ્કૂલની ગ્રૅજ્યુએશન સેરેમનીમાં સાથે જોવા મળ્યાં હતાં. ધનુષ અને ઐશ્વર્યા પોતપોતાના જીવનમાં વ્યસ્ત છે, પરંતુ કો-પેરન્ટિંગ કરી રહ્યાં છે. આ પરિસ્થિતિમાં હાલમાં એવી ચર્ચા ચાલી છે કે ધનુષ અને મૃણાલ ઠાકુર વચ્ચે સીક્રેટ અફેર ચાલી રહ્યું છે. આ બન્નેને ઘણી ઇવેન્ટ્સમાં સાથે જોવામાં આવ્યાં હતાં, જેના પછી તેમની ડેટિંગની અફવાઓ શરૂ થઈ છે.
ધનુષે હાલમાં મૃણાલ ઠાકુરની બર્થ-ડે પાર્ટીમાં હાજરી આપી હતી. હવે એ પાર્ટીનો એક વિડિયો સામે આવ્યો છે જેમાં ધનુષ પ્રેમથી મૃણાલ ઠાકુરનો હાથ પકડીને વાત કરતો જોવા મળે છે. આ વિડિયો જોઈને ફૅન્સને લાગે છે કે બન્ને એકબીજાને ડેટ કરી રહ્યાં છે. આ વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. આ પહેલાં મૃણાલ ઠાકુર ૩ જુલાઈના દિવસે ધનુષની ફિલ્મ ‘તેરે ઇશ્ક મેં’ની પાર્ટીમાં જોવા મળી હતી. ફિલ્મની નિર્માતા કનિકા ઢિલ્લોંએ આ પાર્ટીની કેટલીક તસવીરો શૅર કરી હતી જેમાં તેણે મૃણાલ ઠાકુર અને ધનુષ સાથે પોઝ આપ્યા હતા. જોકે હજી સુધી ધનુષ કે મૃણાલ ઠાકુરે આ અફેરના સમાચાર વિશે કોઈ સ્પષ્ટતા નથી કરતી.
મૃણાલ ઠાકુર અપરિણીત અને સિંગલ છે. તેનું નામ બાદશાહથી લઈને સિદ્ધાંત ચતુર્વેદી, કુશાલ ટંડન, અર્જિત તનેજા અને શરદ ત્રિપાઠી સાથે જોડાઈ ચૂક્યું છે. બીજી તરફ ધનુષે રજનીકાન્તની પુત્રી ઐશ્વર્યા સાથે લગ્ન કર્યાં હતાં પરંતુ ૧૮ વર્ષના લગ્નજીવન પછી ધનુષ અને ઐશ્વર્યાએ ૨૦૨૨માં અલગ થવાની જાહેરાત કરી હતી. ત્યાર બાદ ૨૦૨૪ના એપ્રિલમાં ધનુષ અને ઐશ્વર્યાના છૂટાછેડા થઈ ગયા હતા. તેમને બે પુત્રો યાત્રા અને લિંગા છે.