અમેરિકામાં ફેલાયેલી હિંસા વચ્ચે વાયરલ થયો રૉનિત રૉયનો વીડિયો, જાણો કેમ

02 June, 2020 07:41 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

અમેરિકામાં ફેલાયેલી હિંસા વચ્ચે વાયરલ થયો રૉનિત રૉયનો વીડિયો, જાણો કેમ

રોનિત રૉય

બોલીવુડ અને ટીવી અભિનેતા રૉનિત રૉયનો એક વીડિયો હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. પણ આ વીડિયો ભારતથી વધારે અમેરિકામાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોનો ઉપયોગ અમેરિકામાં થતી હિંસા વિરુદ્ધ પ્રદર્શનકારીઓ કરી રહ્યા છે. આ વીડિયો જુદાં જુદાં અકાઉન્ટ પરથી પોસ્ટ કરવામાં આવી રહ્યો છે. તો રૉનિત રૉયના અકાઉન્ટ પરના વીડિયોને 2 મિલિયનથી વધારે વ્યૂધ મળી ચૂક્યા છે.

હકીકતે, રૉનિત રૉયે 20 એપ્રિલના પોતાના ઑફિશિયલ ટ્વિટક હેન્જલ પર એક વીડિયો શૅર કર્યો હતો. તે સમયે ભારતમાં કોરોનાના પ્રકોપવી શરૂઆત થતી જ હતી. ફિલ્મોનું શૂટિંગ બંધ થઈ ગયું હતું. લોકો માસ્ક ખરીદવા માટે હેરાન થઈ રહ્યા હતા, ત્યારે રૉનિત રૉયે ટી-શર્ટ દ્વારા માસ્ક બનાવવાની ટેક્નિક બનાવી હતી. તેમણે લખ્યું હતું કે જો માસ્ક નથી, તો ચિંતા કરવાની વાત નથી આ કરવું ખૂબજ સરળ છે.

અમેરિકામાં કેમ થઇ રહ્યો છે આ વીડિયો વાયરલ

રૉનિત રૉયનો વીડિયો અમેરિકામાં વાયરલ થવાની પાછળ એક ખાસ કારણ છે. ત્યાં, હાલ ખૂબ જ ઉગ્ર હિંસા થઈ રહી છે. સ્થિતિ એવી છે કે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને વ્હાઇટ હાઉસના બેઝમેન્ટમાં બંકરમાં લઈ જવું પડ્યું. અમેરિકાના 40થી વધારે શહેરોમાં કર્ફ્યૂ લગાડી દેવામાં આવ્યું છે. જૉર્જ ફ્લૉઇડના મામલે પોલીસ અને પ્રદર્શનકારી સામ-સામા છે. એવામાં પ્રદર્શનકારી આ વીડિયો શૅર કરીને જણાવી રહ્યા થે કે જો માસ્ક નથી, તો આ રીતે બનાવો. આની મદદથી તમે પ્રૉટેસ્ટ દરમિયાન ચહેરો કવર કરી શકો છો.

શું છે જૉર્જ ફ્લૉઇડનો કેસ
અમેરિકામાં શ્વેત અને અશ્વેત વચ્ચે હિંસાનો ઇતિહાસ રહ્યો છે. 25 એપ્રિલના જૉર્જ ફ્લૉઇડ નામના એક અશ્વેત વ્યક્તિનું મૃત્યું પોલીસ કસ્ટડીમાં થઈ ગયું છે. એક વીડિયો વાયરલ થયો, જેમાં જૉર્જની ડોક પોલીસવાળા એ પોતાના ઘુંટણથી દબાવી રાખી છે. તેના પછી આખા અમેરિકામાં વ્હાઇટ સુપ્રીમેસી વિરુદ્ધ પ્રદર્શન થઈ રહ્યા છે. જેમાં મોટા પ્રમાણમાં હિંસા થઈ રહી છે.

ronit roy united states of america national news bollywood bollywood news bollywood gossips