અમેરિકન સિરિયલમાં કામ કરવાની ઑફર રૉનિત રૉયે નકારી

27 November, 2014 05:59 AM IST  | 

અમેરિકન સિરિયલમાં કામ કરવાની ઑફર રૉનિત રૉયે નકારી


એમ છતાં કેટલાક મહિના પહેલાં રૉનિત રૉયને પણ આ સિરિયલમાં કામ કરવાની ઑફર મળી હતી, પણ શૂટિંગ માટે છ મહિના પરિવારથી દૂર સાઉથ આફ્રિકામાં શૂટિંગ હોવાને લીધે રૉનિતે આ ઑફર નકારી કાઢી હતી. વળી જે સમયે તેને આ શો માટે ઑફર કરવામાં આવી હતી એ સમયે રૉનિત સોની ચૅનલ પર આવતા પોતાના શો ‘અદાલત’ના શૂટિંગમાં વ્યસ્ત હતો. ત્યાર બાદ તે એકતા કપૂર સાથે નવી સિરિયલ ‘ઇતના કરો ના મુઝે પ્યાર’ માટે શૂટિંગ શરૂ કરવાનો હતો. રૉનિત રૉય પહેલાં વિવેક ઑબેરૉય પણ પોતાના ભરચક શૂટિંગ શેડ્યુલને કારણે આ સિરિયલમાં કામ કરવાની ઑફર નકારી ચૂક્યો છે.